Struggle? Not really! 2
સંઘર્ષ? નહિ તો!
હમમ! હું થોડી આળસુ બની ગઈ લાગુ છુ, આ ફૂટબોલ ના કારણે જ તો. હું ક્યારેય એટલી નસીબદાર તો હતી જ નહિ કે શાંતિ થી આરામ થી ફૂટબોલ મેચ જોઈ શકું. એ તો એક સ્વપ્નું જ કેહવાય. પણ અત્યારે તો મને એક તક મળી છે, કેમ ચૂકાય? મને હમેશા એક ઈચ્છા હતી કે ભગવાન મને પૂછે કે માંગ માંગ માંગે તે આપું તો હું કહું હે ભગવાન મને બપોરે ઊંઘવાની તક આપ. પણ જયારે મારી પાસે દિવસ અને રાત ઊંઘ ઊંઘ જ કરવાની તક હતી ત્યારે હું માનસિક તનાવ ને કારણે કરી શકી નહિ, તો હવે આ બીજી જે ઈચ્છા છે તેને શા માટે જતી કરવી?
Hmm, I am becoming little lazy because of the foot ball matches! I was never able to see the football or any other sports with little relaxing manner. But currently I have the opportunity. I always was having one big wish if God will ask to fulfill,” God I want to sleep in the afternoon” when I was having all the time to sleep day and night I was not able to sleep, so I don’t want to let the other wish go.
I try to improve my language, but English is not my language, and hence I sometime find it little difficult to express in English, but then I think hey put aside the English; you are also finding it hard in Gujarati! But this is also result of doing something extra ordinary, some thing innovative, and you never get satisfied.
I am trying to tell myself –“ hey you are human being, you always can not create miracles dear, you can be common person, you can also do mistakes , you can be a failure and you can do the work like normal people. Why you always want to become different?”
મારી ભાષા સુધારવાની કોશિશ કરું છુ, અંગ્રેજી મારી ભાષા નથી એટલે ઘણું બધું અંગ્રેજી માં વ્યક્ત કરતા તકલીફ પડે, પણ ઘણી વાર લાગે કે અંગ્રેજી ને બાજુ પર મુક, ગુજરાતી માં પણ ફાંફા પડે. પણ આમાં પણ કઈક નવું કરવાની કઈક જુદું કરવાની તમન્ના નડે ને ક્યારેય સંતોષ જ નાં થાય.
હું મારી જાત ને સમજાવવાની ઘણી કોશિશ કરું છે કે “ એ મોના તું પણ અંતે તો એક માનસ જ છે, હંમેશા તું કઈ જાદુ જ કરે એવું જરુરી નથી, હમેશા તું કઈ સફળ થાય તે જરૂરી નથી, તું પણ ભૂલો કરી શકે છે, અને તું પણ સામાન્ય માનસ ની જેમ કામ કરી શકે છે. હમેશા તને કેમ કઈક અલગ જ રહેવાની તમન્ના હોય છે?
તો આગળની મારી વિચારો અને મનોમંથન ની યાત્રા ને આગળ વધારું તો, મે ઘણું વિચાર્યું અને મને લાગે કે આ એક સમુદ્ર મંથન જ છે. સમુદ્ર મંથન દરમિયાન ઝેર પણ નીકળ્યું અને અમૃત પણ નીકળ્યું, એવી જ રીતે મારા મગજ નું મનોમંથન પણ સારા અને નરસા, નકારાત્મક અને હકારાત્મક એવા બેય વિચારો ઓકે છે, હું પ્રયત્ન કરું કે સારા જ લખું.
So to continue from the earlier journey of my manomanthan, I again give a thought and I feel its like a “Samudra Manthan”. During the process of Samudra Manthan, there was poison and also the amrut, my mind also is going through the journey of thought which is mix of good and bad, positive and negative but I am trying to keep all the negative thought with me.
મારા પિતા/ પપ્પાને વર્ણન કરવા મારી પાસે પુરતા શબ્દો નથી, પણ એ એક જુદી જ દુનિયા ના હતા. એ ક્યારેય જાતી, અસ્પૃશ્યતા, કે એવા કોઈ રૂઢીચુસ્ત વિચારો માં માનતા જ નહિ. સકીનાબેન જે મારા પિતાના મો બોલા બહેન હતા, જે પપ્પાની ઓફીસ ના પ્રવેશ દ્વાર પાસે નાની નાની ખાવાની વસ્તુઓ જેવીકે પીપર, ચોકલેટ્સ, વિગેરે વેચતા. પપ્પાની ઓફીસ ઝકરિયા મસ્જીદ ની સામે ના પગથિયા ઉપર હતી. સકીઅબેનનું આખું કુટુંબ જાને અમારું કુટુંબ હતું. મને બરાબર ખબર છે, ગમે તેવી સ્થિતિમાં પણ જેવી કે કોમી દંગલ પપ્પાને ક્યારેય કોઈ અસલામતી લાગી નથી, પણ એવા કોઈ પણ સમયે તેઓ હમેશા પપ્પાની મદદ જ કરતા. કોઈ પણ તહેવાર પપ્પા એકલા ઉજવી જ નાં શકે કે, જ્યાં સુધી જે જે તહેવાર ને લગતી વસ્તુઓ જેવી કે, પતંગ, ફટાકડા કે મીઠાઈ -પહેલા પોતાની આસપાસ રહેલ આવા કુટુંબના સભ્યોને નાં આપે ત્યાં સુધી.
અડધી રાતે એ એકદમ ઉભા થઇ ને ઘરની બહાર ચાલતી પકડે અને મળસ્કે ( વહેલી સવારે) આવે. “ મને રાત્રે ભજનનો અવાજ સંભળાયો એટલે અવાજની દિશામાં હું ગયો”. આવા ભજન સામાન્ય રીતે કોઈ દુર વસ્તી માં થાય પણ પપ્પા જેનું નામ, ભજન તો છોડાય જ કેમ? આ કલાકારો જે દિવસે પ્યાલા બરની, જેવા કામ કરે અને રાત્રે ભજન ગાય, અને જો સારા, બરાબર દાદ દે એવા શ્રોતા મળે તો વહેલી સવાર સુધી ભજન ચાલે. આ થોડા શાસ્ત્રીય શૈલી+ લોક આધારિત ભજનો હોય છે. એમને પોતે પોતાના તબલા પણ વસાવેલ અને રાત્રે ભજનની કેસેટ ઉપર રીઆઝ કરે, મોટા ભાગે સવારે ૪ વાગ્યામાં કરે. પૂછાતા જ નહિ કે પાડોશીની શું હાલત થતી હશે? પણ એમના સ્વભાવ ના કારણે કોઈએ ક્યારેય ફરિયાદ જ નથી કરી. ઘેર દૂધ આપવા આવતા જશુબેન ના ઘેર ખાટલે બેસીને ચા પી આવે. ટૂંક માં હું અને અમે ઘર ના બધાજ કોઈ પણ વાતાવરણ માં રહી શકીએ અને ગમે તેવા અવાજ માં પણ સુઈ શકીએ.
I don’t know I don’t have word to describe my Father but he was of the different world. He never believed in caste, untouchability or any other conservative beliefs. Sakinaben who used to sell small nick necks – small foodies and chocolates etc at the steps opposite Zakaria Masjid and at the entrance of my father’s office and her entire family was also our family and she was a sister of Papa. I very much remember in any kind of disturbances like communal riot, Papa never felt insecure and he was always been helped by them. My father never or can not enjoy any festivals alone, in any festival he will first give the sweets, or Kites, or crackers to them and also to others.
In midnight or late night suddenly he will wake up, and will leave the home, he will come early morning. “ I could hear the Bhajan somewhere so I followed the sound” Mostly this kind of Bhajan used to happen in far slum but he will make sure he go and listen. This is a typical kind of folk-classic bhajans. The artist usually do the work of “pyala barni” ( they take old cloth and barter with still or plastic vessels/ the best recyclers) and in the night they used to sing. If they found good listeners who really appreiciate and applause the bhajan continues till early morning. He also has taken Tabla and he used to practice it along the tape recorder from 4 in the morning. It must be the nightmare for the neighbors but none of them have ever complaint about it, may be because of the father’s nature. In short I and we always feel comfortable in any situation, and can sleep well even in the middle of lots of noise.
મારી મમ્મી ના કહેવા મુજબ અમે હંમેશા ભાડા ના ઘર માં જ રહેલા ( તે વખતે), અને મે જ્યાંથી માર બાળપણ ને યાદ કરી શકું છુ તે વખતે જે ઘર માં રહેતા હતા તે ૧૦ નું ઘર હતું. એ મારા ફોઈબા નું ઘર હતું અને તે વખતે તે ઈચ્છતા હતા કે ઘર ખાલી થાય. મારી મમ્મી એ બરાબર જીદ કરી કે હવે તો મારે પોતાનું જ ઘર જોઈએ, કોઈ પણ ભોગે, જે પણ છે તે વેચી નાખો, અને હું સુકો રોટલો અને મરચું ખાઇશ પણ ઘર તો પોતાનું જ. એ વખતે મને બરાબર યાદ છે કે અમારું ઘર હંમેશા મહેમાનો થી સંબંધીઓથી ભરેલું રહેતું, કોઈ સરકારી પરીક્ષા આપવા આવે તો કોઈ ભણવા તો કોઈ નોકરી ની શોધ માં. મારી માંને રોજ નું લાવી ને રોજ રાંધતા મે જોઈ છે, એ રોજ ઘરમાં કરિયાણાનો સમાન લાવે, તેલ, ઘઉં, ખાંડ, કેરોસીન લેવા રેશનની દુકાન ની લાઈન માં ઉભી રહે. એ વખતે અમે પ્રાઈમસ વાપરતા અને મને બરાબર યાદ છે હું કોલેજ ના બીજા વર્ષમાં હતી ત્યાં સુધી તો પ્રાઈમસ જ વાપરતા. એ અમારું ઘર, એક રૂમ હતો, અને બે મોટી મોટી અગાશી બેય બાજુ, સાથે એક નાનો લોબી એરિયા. એ એક મોટા બંગલા નો ઉપરનો ભાગ હતો. ( હજી પણ છે) એક દિવસ મે મારા પપ્પા, મમ્મી અને બા ( નાની) ને કબાટ ની સામે બેસીને વાતો કરતા જોયા. મારા મમ્મી એ એના બધા જ ઘરેણાં અને સોનું પપ્પાને ઘર ખરીદવા આપી દીધું. કશું જ બચ્યું નહિ, પણ એના માટે એનું ઘર જે માત્ર એના માટે નહિ પણ બધા માટે હતું તે મહત્વુંનું હતું.
કોઈ પણ વ્યક્તિ એ દર્દ કે લાગણી ને વ્યક્ત કરવા અશક્ત છે, જયારે, કાલા ફોલી ફોલીને, કોઈ ના ઘરના કામો કરીને, મરચા ખાંડી ખાંડી, ને પેટે પાટા બાંધીને ઉભી કરેલ મિલકતો કે સોનું વેચવું પડે, પણ મારી માં જેનું નામ, જેને ક્યારેય એ સોનાને યાદ કર્યું નથી કે એક આંશુ સુધા સારું નથી. આજ દિવસ સુધી મે એને ક્યારેય મારું ઘર કહેતા સાંભળી નથી કે એવું કોઈ અભિમાન કરતા જોઈ નથી. સોના ને શું કરવું છે? ભવિષ્ય એના માટે વધારે અગત્યનું હતું પોતાના બાળકો નું. પપ્પા જે પણ કઈ ઘર ખર્ચ ના પૈસા આપે તેમાં થી પણ બચત કરી ને ઘર કેવી રીતે ચલાવવું તે તો એના સિવાય કોઈ જ નાં કરી શકે. મેનેજમેન્ટ ના પાઠ માત્ર શીખવાડી નહિ પણ કરી બતાવે એ એના સિવાય કોઈ બીજો ના જ હોઈ શકે.
According to my mother we always have stayed in rented house and that house was 10th one. It was my aunt’s ( my father’s sister) and hence now she want that to be vacated. My mother insisted that she wants her own house now at any cost, she said to my father I will survive only on bread but I need my own house! That time I also very much remember our home was always full of guests and many of them stay for longer time. Ahmedabad being central and hub for many activities, relative used to stay either to give exam, study or to find jobs. I could see my mother was brining grocery on day to day basis, she used to go the ration shop and stand in queue for sugar, kerosene, and other stuff. We use primus for cooking. It was only one room house with two big terraces on both the side. It was the upper floor of the big bungalow. One day in midnight I have seen my mother and her mother along with my father was seating in front of cupboard. My mother has given all her Gold ornaments to my father to buy house. Nothing was left out but for her house or home was more important than Gold ornaments.
Do you think any body in this world will be able to describe the feelings of the person who is giving up all her asset and ornaments of Gold which was created with hard efforts like, in villages you get cotton to pluck at home, by doing domestic work at others home, hand grining of chili’s! But that was my mother who never have put second thought, she never remembered that Gold nor felt sorry about it till date. I have never heard saying her that “it is my house” or taken from my money or taking pride about it. For her future of her children was more important. She run the house with whatever limited money given by father, but she even save the money. I don’t think anybody can teach me the lesson of management than her, she is the implementer, and she never advises but do it.
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો