I promise to write about myself but I was not able to write earlier. I feel myself incomplete without my family (my definition of family is very different though) and I feel little incapable of writing about me without mentioning my own people and if I write about myself it will be like crime or an injustice, because you are and your life is made of no. of contribution. Discussion with my brother on astrological front is still going on, ( in any case we always have the habit of challenging the routine- I am talking about myself) and we always want to become un common, stand out different, however I am still not aware where my life is going on? I am not able to understand where this path going? I am no where. Well whatever happened to me or weather my time is good or bad but I can say that for sure that your time is improving my sister, I was having an opportunity to go to the Railway station to see off my sister and her family, I have seen better facility like wheel chair and car for the senior citizens and also for people with physical disabilities.
અગાઉ મે મારા વિષે લખવાનું જણાવ્યું પણ લખી શકી જ નહિ. કદાચ હું અધૂરી છું અને મારો પરિચય આપવા હું મારી જાત ને અસમર્થ ગણું છુ અને ફરી મને એવું લાગે છે કે જો હું મારા વિષે જ લખું તો એ ગુનો છે, અન્યાય છે કારણકે આપણે જે હોઈએ છે તેમાં ઘણાનું યોગદાન હોય છે, આપના કુટુંબ નો ( કુટુંબ ની વ્યાખ્યા મારી થોડી જુદી છે જોકે). ખેર મારા ભાઈ સાથે જ્યોતીષવિદ્યા અને ભવિષ્ય વિષે ની ચર્ચા ચાલુ જ છે, અને રહેશે ( આમેય આપણને રૂટીન અને ઘરેડ માં ચાલતી બાબતો ને પડકારવાની કોઈ ખોટી આદત હોય છે, આપણે ( હું તો મારી વાત કરું છું) અસામાન્ય બનવા માંગતા હોઈએ જ. પણ રસ્તો આ ક્યાં જાય છે મુજને ખબર નથી, હું ક્યાં છુ તે જ નથી જણાતી. મારો સમય સારો આવે કે હોય કે ખરાબ હોય પણ તારો સમય સુધરી રહ્યો છે એ તો પાકું મારી બહેન, મને હમણા વેકેશન માં એના દીકરાને મળવા આવેલ મારી બહેન ને રેલ્વે સ્ટેશન મુકવા ગઈ ત્યારે મે બહુ જ સારી ગુણવત્તા ની વ્હીલચેર અને અશક્તો, વૃદ્ધો અને અપંગ માટે ની ખાસ ગાડી ની વ્યવસ્થા જોઈ.
It’s always challenging to write, and I realize, sometime you feel like writing and many time you seem like lacking of inspiration. That may be the excuse but yes you need some stress, you need some inspiration, and I can perform better in stress. Writing is one of the toughest task, you think a lot and as soon as you start writing you feel like lost. But let my writing go wherever it goes.
લખવું એ એક પડકાર છે, ક્યારેક જ તમને લખવાનું મન થાય અને મોટા ભાગે તમને કોઈ પ્રેરણા નો અભાવ લાગે. કદાચ એ એક બહાનું હોઈ શકે, પણ હા, ખુબ ચિંતા કે તનાવ હોય તો તમે લખી શકો કે તમને એક લખવાની પ્રેરણા મળે, અને હું તો ચિંતા કે તનાવમાં જ વધારે સારું કામ કરી શકું કે પરિણામ લાવી શકું છુ તે પાકું છે. લખવાનું કામ સૌથી અઘરામાં અઘરું કામ છે, તમે વિચારો ઘણું પણ લખવા જાઓ તો જાણે શૂન્ય થઇ જાવ, તમને લાગે કે આ લખાણ ક્યાં જઈ રહ્યું છે, પણ જવાદો એ જાય તે દિશા માં.
When I opened my eye means the time I am able to recollect my memories of childhood it was in middle of struggle and family disturbance. It is very unclear memories, little gloomy.
My mother was pregnant and we were supposed to change the house. We have been gifted by twin – one brother and one sister with very critical delivery for my mother. Doctor was little skeptical of who will be the survival but thank God, all 3 of them have survived, one of them is my sister about whom I wrote earlier. However both of them were not with good health, so always one used to be in hospital and another at home.
મને બહુ ધૂંધળી યાદો છે મારા બાળપણની. મે આંખો ખોલી જ કૌટુંબિક વિખવાદો માં, જ્યારથી હું યાદ કરી શકું છુ.
મારી માતા બેજીવી હતી અને અમારે ઘર બદલવાનું હતું. અમે ખુબ જ નસીબદાર કે અમને ભગવાને જોડિયા ભાઈ બહેન આપ્યા. એ ખુબ જ મુશ્કેલીથી ભરેલી સુવાવડ રહી મારી માતા માટે. મને બરાબર યાદ છે કે ડોક્ટરને પોતાને પણ બાળક ને બચાવવું કે માં ને તે દ્વિધા હતી, પણ ભગવાન તારો અભાર ત્રણેય સહી સલામત રહ્યા, એમની એક તે મારી બહેન જેના વિષે મે અગાઉ લખેલ છે. પણ બંને હંમેશા બીમાર રહેતા, અને એક તો હંમેશા હોસ્પિટલ માં જ રહેતું.
We have been put up in the school which was located just behind the home. Later I could realize it was an orphan school who was allowing students from outside and it was having fees of Rs. 8/- per month. I am thankful to my parents that in many critical times they at least thought of sending us school and we have never been encouraged not to go, school was always on priority for them. My father was very strict and every day he used to take lessons of my elder sister and brother. I have seen my father slapping them if they fail to answer anything. However I have not remembered he had bitten me ever. My mother used to tell me, you have seen your brother and sister are bitten and hence you will do your home work and you learn so your father was always happy with your progress. Sometime it is always advantage of not being the eldest child. I also remember many time my father used to bring the books of lower standard he never used to believe that I am or can be in higher standard or I am growing. My father was totally a self made person, in Ahmedabad he tried no. of work but he could succeed in Ball Bearing business. Forgiveness was in his nature and a good sense of humour!
અમને, હું, મારો ભાઈ અને મોટી બહેન ત્રણેને ઘર ની નજીક માં રહેલ શાળા માં મુકેલ. પછી મને ખ્યાલ આવ્યો કે એ એક અનાથ બાળાઓની શાળા હતી જેમાં બહારથી વિદ્યાર્થીનીઓને પ્રવેશ અપાતો, અને ખાસ તો એની માસિક ફી રૂ. ૮/- હતી. એવા મુશ્કેલ ભરેલ સમય માં પણ મારા માતા પિતાએ અમને શાળામાં મુકવા નું વિચાર્યું એ માટે અમે બધા એમના અભારી છીએ અને રૂની છીએ. અમને ક્યારેય એમને ગમે તેવા કઠીન સમયમાં પણ શાળાએ નાં જવા માટે કોઈ વિચાર સુધા પણ નથી કર્યો, બલકે શાળા એ જવું એ જ એમના માટે પ્રથમ અગ્રીમતા રહેતી. મારા પિતા ખુબ જ કડક સ્વભાવ ના અને દરરોજ રાત્રે એ અમારા ત્રણે ના પાઠ લેવાનું ચુકતા નહી. મે મારા ભાઈ અને બહેન ને પિતાના હાથથી માર ખાતા જોયા છે જો એ જવાબ આપવામાં અશક્ત હોય તો. પણ મને ક્યારેય મારા પિતા એ મને માર્યું હોય તેવું યાદ નથી, માં કહેતી તારા ભાઈ-બહેનને માર પડતા જોઈ ને તું તરત જ બધું શીખી લેતી તેથી તને પાપા મારતા નથી. કેટલીક વાર મોટા નાં હોવાનો ફાયદો પણ હોય છે. ઘણી વાર મને યાદ છે કે મારા પિતા હું જે કક્ષામાં હોઉં તેનાથી નાની કક્ષાના જ ચોપડા લાવતા, તેઓ માનવા જ તૈયાર ના હતા કે હું હવે મોટી થઇ રહી છુ. મારા પિતા પોતાના બળથી જ ઉભા થયેલ, અમદાવાદમાં એમને ઘણી પ્રવૃત્તિ અને કામ માં હાથ અજમાવ્યા પણ છેલ્લે એ આ બોલ બેરીંગ ના ધંધામાં જમ્યા. એમની રમુજી વૃતિ અસાધારણ હતી, અને માફ કરવું કે જતું કરવું એ એમનો સ્વભાવ જ હતો.
Hence first of all I am very much proud and satisfied with whatever I have achieved or done in my life with the education in that orphan school, and I am sure that will not affect in any worst situation. What is there in school? Is big name of school is important or you study and make school proud is important?!
એટલે પહેલા તો એક અનાથ બાળાઓની શાળામાં ભણી ને જીવન માં જે પણ કરી શકી છુ તે કરવાનો સંતોષ છે, અને એ સંતોષ તો ગમે તેવી પરિસ્થિતિ માં પણ ડગે નહિ. શાળા કઈ છે તે કઈ મહત્વનું નથી. શાળાનું મોટું નામ હોવું જરૂરી છે કે તમે શાળા માં ભણી ને શાળાને અભિમાન અપાવી શકો તે મહત્વનું છે?! હું હજી કહું છુ કે પરિસ્થિતિ એવી સબળ નહોતી કે ભણવાનું અગત્યનું હોય આમ છતાં પણ ભણવા મળ્યું અને એ પણ કોઈ પણ અડચણ વગર તે માટે તો ભગવાનનો આભાર પણ ત્યાં પણ માતાપિતા રૂપી ભગવાન નો આભાર માનવો કે ભુલાય.?
You will realize very soon and will agree with me that whatever I have done was for me and not for others, I do not even have that small thought that I am also was “serving” or doing for others.
તમે બહું જલ્દી જ મારી સાથે સંમત થશો કે મે જે પણ કઈ કર્યું છે તે મારા પોતાના માટે જ કર્યું છે અને બીજાના માટે નહિ, મારા મગજ માં તલભાર કે રતીભાર પણ એવો એહસાસ નથી કે મે બીજા ની સેવા કરી છે, કે કરું છુ.
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)

માં કહેતી તારા ભાઈ-બહેનને માર પડતા જોઈ ને તું તરત જ બધું શીખી લેતી તેથી તને પાપા મારતા નથી....
જવાબ આપોકાઢી નાખોઆને કહેવાય બીજાને ખાડામાં પડેલા દેખી ને શીખી જાવું.. ખુદ પાડીને સીખવાની જરૂર નથી ...