સોમવાર, 28 જૂન, 2010

Struggle? Not really 2

Struggle? Not really! 2
સંઘર્ષ? નહિ તો!
હમમ! હું થોડી આળસુ બની ગઈ લાગુ છુ, આ ફૂટબોલ ના કારણે જ તો. હું ક્યારેય એટલી નસીબદાર તો હતી જ નહિ કે શાંતિ થી આરામ થી ફૂટબોલ મેચ જોઈ શકું. એ તો એક સ્વપ્નું જ કેહવાય. પણ અત્યારે તો મને એક તક મળી છે, કેમ ચૂકાય? મને હમેશા એક ઈચ્છા હતી કે ભગવાન મને પૂછે કે માંગ માંગ માંગે તે આપું તો હું કહું હે ભગવાન મને બપોરે ઊંઘવાની તક આપ. પણ જયારે મારી પાસે દિવસ અને રાત ઊંઘ ઊંઘ જ કરવાની તક હતી ત્યારે હું માનસિક તનાવ ને કારણે કરી શકી નહિ, તો હવે આ બીજી જે ઈચ્છા છે તેને શા માટે જતી કરવી?
Hmm, I am becoming little lazy because of the foot ball matches! I was never able to see the football or any other sports with little relaxing manner. But currently I have the opportunity. I always was having one big wish if God will ask to fulfill,” God I want to sleep in the afternoon” when I was having all the time to sleep day and night I was not able to sleep, so I don’t want to let the other wish go.

I try to improve my language, but English is not my language, and hence I sometime find it little difficult to express in English, but then I think hey put aside the English; you are also finding it hard in Gujarati! But this is also result of doing something extra ordinary, some thing innovative, and you never get satisfied.
I am trying to tell myself –“ hey you are human being, you always can not create miracles dear, you can be common person, you can also do mistakes , you can be a failure and you can do the work like normal people. Why you always want to become different?”
મારી ભાષા સુધારવાની કોશિશ કરું છુ, અંગ્રેજી મારી ભાષા નથી એટલે ઘણું બધું અંગ્રેજી માં વ્યક્ત કરતા તકલીફ પડે, પણ ઘણી વાર લાગે કે અંગ્રેજી ને બાજુ પર મુક, ગુજરાતી માં પણ ફાંફા પડે. પણ આમાં પણ કઈક નવું કરવાની કઈક જુદું કરવાની તમન્ના નડે ને ક્યારેય સંતોષ જ નાં થાય.
હું મારી જાત ને સમજાવવાની ઘણી કોશિશ કરું છે કે “ એ મોના તું પણ અંતે તો એક માનસ જ છે, હંમેશા તું કઈ જાદુ જ કરે એવું જરુરી નથી, હમેશા તું કઈ સફળ થાય તે જરૂરી નથી, તું પણ ભૂલો કરી શકે છે, અને તું પણ સામાન્ય માનસ ની જેમ કામ કરી શકે છે. હમેશા તને કેમ કઈક અલગ જ રહેવાની તમન્ના હોય છે?

તો આગળની મારી વિચારો અને મનોમંથન ની યાત્રા ને આગળ વધારું તો, મે ઘણું વિચાર્યું અને મને લાગે કે આ એક સમુદ્ર મંથન જ છે. સમુદ્ર મંથન દરમિયાન ઝેર પણ નીકળ્યું અને અમૃત પણ નીકળ્યું, એવી જ રીતે મારા મગજ નું મનોમંથન પણ સારા અને નરસા, નકારાત્મક અને હકારાત્મક એવા બેય વિચારો ઓકે છે, હું પ્રયત્ન કરું કે સારા જ લખું.
So to continue from the earlier journey of my manomanthan, I again give a thought and I feel its like a “Samudra Manthan”. During the process of Samudra Manthan, there was poison and also the amrut, my mind also is going through the journey of thought which is mix of good and bad, positive and negative but I am trying to keep all the negative thought with me.
મારા પિતા/ પપ્પાને વર્ણન કરવા મારી પાસે પુરતા શબ્દો નથી, પણ એ એક જુદી જ દુનિયા ના હતા. એ ક્યારેય જાતી, અસ્પૃશ્યતા, કે એવા કોઈ રૂઢીચુસ્ત વિચારો માં માનતા જ નહિ. સકીનાબેન જે મારા પિતાના મો બોલા બહેન હતા, જે પપ્પાની ઓફીસ ના પ્રવેશ દ્વાર પાસે નાની નાની ખાવાની વસ્તુઓ જેવીકે પીપર, ચોકલેટ્સ, વિગેરે વેચતા. પપ્પાની ઓફીસ ઝકરિયા મસ્જીદ ની સામે ના પગથિયા ઉપર હતી. સકીઅબેનનું આખું કુટુંબ જાને અમારું કુટુંબ હતું. મને બરાબર ખબર છે, ગમે તેવી સ્થિતિમાં પણ જેવી કે કોમી દંગલ પપ્પાને ક્યારેય કોઈ અસલામતી લાગી નથી, પણ એવા કોઈ પણ સમયે તેઓ હમેશા પપ્પાની મદદ જ કરતા. કોઈ પણ તહેવાર પપ્પા એકલા ઉજવી જ નાં શકે કે, જ્યાં સુધી જે જે તહેવાર ને લગતી વસ્તુઓ જેવી કે, પતંગ, ફટાકડા કે મીઠાઈ -પહેલા પોતાની આસપાસ રહેલ આવા કુટુંબના સભ્યોને નાં આપે ત્યાં સુધી.
અડધી રાતે એ એકદમ ઉભા થઇ ને ઘરની બહાર ચાલતી પકડે અને મળસ્કે ( વહેલી સવારે) આવે. “ મને રાત્રે ભજનનો અવાજ સંભળાયો એટલે અવાજની દિશામાં હું ગયો”. આવા ભજન સામાન્ય રીતે કોઈ દુર વસ્તી માં થાય પણ પપ્પા જેનું નામ, ભજન તો છોડાય જ કેમ? આ કલાકારો જે દિવસે પ્યાલા બરની, જેવા કામ કરે અને રાત્રે ભજન ગાય, અને જો સારા, બરાબર દાદ દે એવા શ્રોતા મળે તો વહેલી સવાર સુધી ભજન ચાલે. આ થોડા શાસ્ત્રીય શૈલી+ લોક આધારિત ભજનો હોય છે. એમને પોતે પોતાના તબલા પણ વસાવેલ અને રાત્રે ભજનની કેસેટ ઉપર રીઆઝ કરે, મોટા ભાગે સવારે ૪ વાગ્યામાં કરે. પૂછાતા જ નહિ કે પાડોશીની શું હાલત થતી હશે? પણ એમના સ્વભાવ ના કારણે કોઈએ ક્યારેય ફરિયાદ જ નથી કરી. ઘેર દૂધ આપવા આવતા જશુબેન ના ઘેર ખાટલે બેસીને ચા પી આવે. ટૂંક માં હું અને અમે ઘર ના બધાજ કોઈ પણ વાતાવરણ માં રહી શકીએ અને ગમે તેવા અવાજ માં પણ સુઈ શકીએ.
I don’t know I don’t have word to describe my Father but he was of the different world. He never believed in caste, untouchability or any other conservative beliefs. Sakinaben who used to sell small nick necks – small foodies and chocolates etc at the steps opposite Zakaria Masjid and at the entrance of my father’s office and her entire family was also our family and she was a sister of Papa. I very much remember in any kind of disturbances like communal riot, Papa never felt insecure and he was always been helped by them. My father never or can not enjoy any festivals alone, in any festival he will first give the sweets, or Kites, or crackers to them and also to others.
In midnight or late night suddenly he will wake up, and will leave the home, he will come early morning. “ I could hear the Bhajan somewhere so I followed the sound” Mostly this kind of Bhajan used to happen in far slum but he will make sure he go and listen. This is a typical kind of folk-classic bhajans. The artist usually do the work of “pyala barni” ( they take old cloth and barter with still or plastic vessels/ the best recyclers) and in the night they used to sing. If they found good listeners who really appreiciate and applause the bhajan continues till early morning. He also has taken Tabla and he used to practice it along the tape recorder from 4 in the morning. It must be the nightmare for the neighbors but none of them have ever complaint about it, may be because of the father’s nature. In short I and we always feel comfortable in any situation, and can sleep well even in the middle of lots of noise.
મારી મમ્મી ના કહેવા મુજબ અમે હંમેશા ભાડા ના ઘર માં જ રહેલા ( તે વખતે), અને મે જ્યાંથી માર બાળપણ ને યાદ કરી શકું છુ તે વખતે જે ઘર માં રહેતા હતા તે ૧૦ નું ઘર હતું. એ મારા ફોઈબા નું ઘર હતું અને તે વખતે તે ઈચ્છતા હતા કે ઘર ખાલી થાય. મારી મમ્મી એ બરાબર જીદ કરી કે હવે તો મારે પોતાનું જ ઘર જોઈએ, કોઈ પણ ભોગે, જે પણ છે તે વેચી નાખો, અને હું સુકો રોટલો અને મરચું ખાઇશ પણ ઘર તો પોતાનું જ. એ વખતે મને બરાબર યાદ છે કે અમારું ઘર હંમેશા મહેમાનો થી સંબંધીઓથી ભરેલું રહેતું, કોઈ સરકારી પરીક્ષા આપવા આવે તો કોઈ ભણવા તો કોઈ નોકરી ની શોધ માં. મારી માંને રોજ નું લાવી ને રોજ રાંધતા મે જોઈ છે, એ રોજ ઘરમાં કરિયાણાનો સમાન લાવે, તેલ, ઘઉં, ખાંડ, કેરોસીન લેવા રેશનની દુકાન ની લાઈન માં ઉભી રહે. એ વખતે અમે પ્રાઈમસ વાપરતા અને મને બરાબર યાદ છે હું કોલેજ ના બીજા વર્ષમાં હતી ત્યાં સુધી તો પ્રાઈમસ જ વાપરતા. એ અમારું ઘર, એક રૂમ હતો, અને બે મોટી મોટી અગાશી બેય બાજુ, સાથે એક નાનો લોબી એરિયા. એ એક મોટા બંગલા નો ઉપરનો ભાગ હતો. ( હજી પણ છે) એક દિવસ મે મારા પપ્પા, મમ્મી અને બા ( નાની) ને કબાટ ની સામે બેસીને વાતો કરતા જોયા. મારા મમ્મી એ એના બધા જ ઘરેણાં અને સોનું પપ્પાને ઘર ખરીદવા આપી દીધું. કશું જ બચ્યું નહિ, પણ એના માટે એનું ઘર જે માત્ર એના માટે નહિ પણ બધા માટે હતું તે મહત્વુંનું હતું.
કોઈ પણ વ્યક્તિ એ દર્દ કે લાગણી ને વ્યક્ત કરવા અશક્ત છે, જયારે, કાલા ફોલી ફોલીને, કોઈ ના ઘરના કામો કરીને, મરચા ખાંડી ખાંડી, ને પેટે પાટા બાંધીને ઉભી કરેલ મિલકતો કે સોનું વેચવું પડે, પણ મારી માં જેનું નામ, જેને ક્યારેય એ સોનાને યાદ કર્યું નથી કે એક આંશુ સુધા સારું નથી. આજ દિવસ સુધી મે એને ક્યારેય મારું ઘર કહેતા સાંભળી નથી કે એવું કોઈ અભિમાન કરતા જોઈ નથી. સોના ને શું કરવું છે? ભવિષ્ય એના માટે વધારે અગત્યનું હતું પોતાના બાળકો નું. પપ્પા જે પણ કઈ ઘર ખર્ચ ના પૈસા આપે તેમાં થી પણ બચત કરી ને ઘર કેવી રીતે ચલાવવું તે તો એના સિવાય કોઈ જ નાં કરી શકે. મેનેજમેન્ટ ના પાઠ માત્ર શીખવાડી નહિ પણ કરી બતાવે એ એના સિવાય કોઈ બીજો ના જ હોઈ શકે.
According to my mother we always have stayed in rented house and that house was 10th one. It was my aunt’s ( my father’s sister) and hence now she want that to be vacated. My mother insisted that she wants her own house now at any cost, she said to my father I will survive only on bread but I need my own house! That time I also very much remember our home was always full of guests and many of them stay for longer time. Ahmedabad being central and hub for many activities, relative used to stay either to give exam, study or to find jobs. I could see my mother was brining grocery on day to day basis, she used to go the ration shop and stand in queue for sugar, kerosene, and other stuff. We use primus for cooking. It was only one room house with two big terraces on both the side. It was the upper floor of the big bungalow. One day in midnight I have seen my mother and her mother along with my father was seating in front of cupboard. My mother has given all her Gold ornaments to my father to buy house. Nothing was left out but for her house or home was more important than Gold ornaments.
Do you think any body in this world will be able to describe the feelings of the person who is giving up all her asset and ornaments of Gold which was created with hard efforts like, in villages you get cotton to pluck at home, by doing domestic work at others home, hand grining of chili’s! But that was my mother who never have put second thought, she never remembered that Gold nor felt sorry about it till date. I have never heard saying her that “it is my house” or taken from my money or taking pride about it. For her future of her children was more important. She run the house with whatever limited money given by father, but she even save the money. I don’t think anybody can teach me the lesson of management than her, she is the implementer, and she never advises but do it.

શનિવાર, 26 જૂન, 2010

Struggle? Not really 1

I promise to write about myself but I was not able to write earlier. I feel myself incomplete without my family (my definition of family is very different though) and I feel little incapable of writing about me without mentioning my own people and if I write about myself it will be like crime or an injustice, because you are and your life is made of no. of contribution. Discussion with my brother on astrological front is still going on, ( in any case we always have the habit of challenging the routine- I am talking about myself) and we always want to become un common, stand out different, however I am still not aware where my life is going on? I am not able to understand where this path going? I am no where. Well whatever happened to me or weather my time is good or bad but I can say that for sure that your time is improving my sister, I was having an opportunity to go to the Railway station to see off my sister and her family, I have seen better facility like wheel chair and car for the senior citizens and also for people with physical disabilities.
અગાઉ મે મારા વિષે લખવાનું જણાવ્યું પણ લખી શકી જ નહિ. કદાચ હું અધૂરી છું અને મારો પરિચય આપવા હું મારી જાત ને અસમર્થ ગણું છુ અને ફરી મને એવું લાગે છે કે જો હું મારા વિષે જ લખું તો એ ગુનો છે, અન્યાય છે કારણકે આપણે જે હોઈએ છે તેમાં ઘણાનું યોગદાન હોય છે, આપના કુટુંબ નો ( કુટુંબ ની વ્યાખ્યા મારી થોડી જુદી છે જોકે). ખેર મારા ભાઈ સાથે જ્યોતીષવિદ્યા અને ભવિષ્ય વિષે ની ચર્ચા ચાલુ જ છે, અને રહેશે ( આમેય આપણને રૂટીન અને ઘરેડ માં ચાલતી બાબતો ને પડકારવાની કોઈ ખોટી આદત હોય છે, આપણે ( હું તો મારી વાત કરું છું) અસામાન્ય બનવા માંગતા હોઈએ જ. પણ રસ્તો આ ક્યાં જાય છે મુજને ખબર નથી, હું ક્યાં છુ તે જ નથી જણાતી. મારો સમય સારો આવે કે હોય કે ખરાબ હોય પણ તારો સમય સુધરી રહ્યો છે એ તો પાકું મારી બહેન, મને હમણા વેકેશન માં એના દીકરાને મળવા આવેલ મારી બહેન ને રેલ્વે સ્ટેશન મુકવા ગઈ ત્યારે મે બહુ જ સારી ગુણવત્તા ની વ્હીલચેર અને અશક્તો, વૃદ્ધો અને અપંગ માટે ની ખાસ ગાડી ની વ્યવસ્થા જોઈ.
It’s always challenging to write, and I realize, sometime you feel like writing and many time you seem like lacking of inspiration. That may be the excuse but yes you need some stress, you need some inspiration, and I can perform better in stress. Writing is one of the toughest task, you think a lot and as soon as you start writing you feel like lost. But let my writing go wherever it goes.
લખવું એ એક પડકાર છે, ક્યારેક જ તમને લખવાનું મન થાય અને મોટા ભાગે તમને કોઈ પ્રેરણા નો અભાવ લાગે. કદાચ એ એક બહાનું હોઈ શકે, પણ હા, ખુબ ચિંતા કે તનાવ હોય તો તમે લખી શકો કે તમને એક લખવાની પ્રેરણા મળે, અને હું તો ચિંતા કે તનાવમાં જ વધારે સારું કામ કરી શકું કે પરિણામ લાવી શકું છુ તે પાકું છે. લખવાનું કામ સૌથી અઘરામાં અઘરું કામ છે, તમે વિચારો ઘણું પણ લખવા જાઓ તો જાણે શૂન્ય થઇ જાવ, તમને લાગે કે આ લખાણ ક્યાં જઈ રહ્યું છે, પણ જવાદો એ જાય તે દિશા માં.
When I opened my eye means the time I am able to recollect my memories of childhood it was in middle of struggle and family disturbance. It is very unclear memories, little gloomy.
My mother was pregnant and we were supposed to change the house. We have been gifted by twin – one brother and one sister with very critical delivery for my mother. Doctor was little skeptical of who will be the survival but thank God, all 3 of them have survived, one of them is my sister about whom I wrote earlier. However both of them were not with good health, so always one used to be in hospital and another at home.
મને બહુ ધૂંધળી યાદો છે મારા બાળપણની. મે આંખો ખોલી જ કૌટુંબિક વિખવાદો માં, જ્યારથી હું યાદ કરી શકું છુ.
મારી માતા બેજીવી હતી અને અમારે ઘર બદલવાનું હતું. અમે ખુબ જ નસીબદાર કે અમને ભગવાને જોડિયા ભાઈ બહેન આપ્યા. એ ખુબ જ મુશ્કેલીથી ભરેલી સુવાવડ રહી મારી માતા માટે. મને બરાબર યાદ છે કે ડોક્ટરને પોતાને પણ બાળક ને બચાવવું કે માં ને તે દ્વિધા હતી, પણ ભગવાન તારો અભાર ત્રણેય સહી સલામત રહ્યા, એમની એક તે મારી બહેન જેના વિષે મે અગાઉ લખેલ છે. પણ બંને હંમેશા બીમાર રહેતા, અને એક તો હંમેશા હોસ્પિટલ માં જ રહેતું.
We have been put up in the school which was located just behind the home. Later I could realize it was an orphan school who was allowing students from outside and it was having fees of Rs. 8/- per month. I am thankful to my parents that in many critical times they at least thought of sending us school and we have never been encouraged not to go, school was always on priority for them. My father was very strict and every day he used to take lessons of my elder sister and brother. I have seen my father slapping them if they fail to answer anything. However I have not remembered he had bitten me ever. My mother used to tell me, you have seen your brother and sister are bitten and hence you will do your home work and you learn so your father was always happy with your progress. Sometime it is always advantage of not being the eldest child. I also remember many time my father used to bring the books of lower standard he never used to believe that I am or can be in higher standard or I am growing. My father was totally a self made person, in Ahmedabad he tried no. of work but he could succeed in Ball Bearing business. Forgiveness was in his nature and a good sense of humour!
અમને, હું, મારો ભાઈ અને મોટી બહેન ત્રણેને ઘર ની નજીક માં રહેલ શાળા માં મુકેલ. પછી મને ખ્યાલ આવ્યો કે એ એક અનાથ બાળાઓની શાળા હતી જેમાં બહારથી વિદ્યાર્થીનીઓને પ્રવેશ અપાતો, અને ખાસ તો એની માસિક ફી રૂ. ૮/- હતી. એવા મુશ્કેલ ભરેલ સમય માં પણ મારા માતા પિતાએ અમને શાળામાં મુકવા નું વિચાર્યું એ માટે અમે બધા એમના અભારી છીએ અને રૂની છીએ. અમને ક્યારેય એમને ગમે તેવા કઠીન સમયમાં પણ શાળાએ નાં જવા માટે કોઈ વિચાર સુધા પણ નથી કર્યો, બલકે શાળા એ જવું એ જ એમના માટે પ્રથમ અગ્રીમતા રહેતી. મારા પિતા ખુબ જ કડક સ્વભાવ ના અને દરરોજ રાત્રે એ અમારા ત્રણે ના પાઠ લેવાનું ચુકતા નહી. મે મારા ભાઈ અને બહેન ને પિતાના હાથથી માર ખાતા જોયા છે જો એ જવાબ આપવામાં અશક્ત હોય તો. પણ મને ક્યારેય મારા પિતા એ મને માર્યું હોય તેવું યાદ નથી, માં કહેતી તારા ભાઈ-બહેનને માર પડતા જોઈ ને તું તરત જ બધું શીખી લેતી તેથી તને પાપા મારતા નથી. કેટલીક વાર મોટા નાં હોવાનો ફાયદો પણ હોય છે. ઘણી વાર મને યાદ છે કે મારા પિતા હું જે કક્ષામાં હોઉં તેનાથી નાની કક્ષાના જ ચોપડા લાવતા, તેઓ માનવા જ તૈયાર ના હતા કે હું હવે મોટી થઇ રહી છુ. મારા પિતા પોતાના બળથી જ ઉભા થયેલ, અમદાવાદમાં એમને ઘણી પ્રવૃત્તિ અને કામ માં હાથ અજમાવ્યા પણ છેલ્લે એ આ બોલ બેરીંગ ના ધંધામાં જમ્યા. એમની રમુજી વૃતિ અસાધારણ હતી, અને માફ કરવું કે જતું કરવું એ એમનો સ્વભાવ જ હતો.
Hence first of all I am very much proud and satisfied with whatever I have achieved or done in my life with the education in that orphan school, and I am sure that will not affect in any worst situation. What is there in school? Is big name of school is important or you study and make school proud is important?!

એટલે પહેલા તો એક અનાથ બાળાઓની શાળામાં ભણી ને જીવન માં જે પણ કરી શકી છુ તે કરવાનો સંતોષ છે, અને એ સંતોષ તો ગમે તેવી પરિસ્થિતિ માં પણ ડગે નહિ. શાળા કઈ છે તે કઈ મહત્વનું નથી. શાળાનું મોટું નામ હોવું જરૂરી છે કે તમે શાળા માં ભણી ને શાળાને અભિમાન અપાવી શકો તે મહત્વનું છે?! હું હજી કહું છુ કે પરિસ્થિતિ એવી સબળ નહોતી કે ભણવાનું અગત્યનું હોય આમ છતાં પણ ભણવા મળ્યું અને એ પણ કોઈ પણ અડચણ વગર તે માટે તો ભગવાનનો આભાર પણ ત્યાં પણ માતાપિતા રૂપી ભગવાન નો આભાર માનવો કે ભુલાય.?
You will realize very soon and will agree with me that whatever I have done was for me and not for others, I do not even have that small thought that I am also was “serving” or doing for others.
તમે બહું જલ્દી જ મારી સાથે સંમત થશો કે મે જે પણ કઈ કર્યું છે તે મારા પોતાના માટે જ કર્યું છે અને બીજાના માટે નહિ, મારા મગજ માં તલભાર કે રતીભાર પણ એવો એહસાસ નથી કે મે બીજા ની સેવા કરી છે, કે કરું છુ.

સોમવાર, 14 જૂન, 2010

beleive it or not 2

Believe it or not 2
માનો કે નાં માનો ૨
My brother is also like my father in business and we used to call him “Narsimha Mehta”( A first among peoets in Gujarati Literature, great devotee of Lord Krishna who always forget his own interest in doing good to others and person of value). I can not have any problem working with or having any toughest financial or accounting person because he is tougher than any of them. So at work front I never found it difficult to work with strict financial or accounting person. Just like any typical financial person or controller he will also start anything with “no”, totally against any unnecessary overheads and I always appreciate him the way he runs the home. He knows how to tackle with any demands or financial crisis and that is also from limited sources of income.

મારો ભાઈ મારા પપ્પાની જેમ જ એક ભલો વ્યક્તિ અને અમે એને “ નરસિંહ મહેતા” જ કહીએ. મને ક્યારેય ભલભલા કડક નાણાંકીય સલાહકાર કે નામું લખનારની સાથે કામ કરવામાં તકલીફ પડી જ નથી કે મને એમના પ્રત્યે અણગમો પણ નથી થયો કારણકે એ કોઈ મારા ભાઈ થી વધારે ટફ ન હતા કે લાગ્યા. બીજા કોઈ પણ નાણાકીય સલાહકાર કે કંટ્રોલર કે નામું લખનારની જેમ એ કોઈ પણ માંગણી કે દરખાસ્ત નો જવાબ “નાં” થી જ કરે, હાલાકી એ બધી રીતે મદદ કરવા પ્રયત્ન જરૂર કરે અને એને ખબર છે કે બધા ને અને બધાની માંગણી ને કેવી રીતે હેન્ડલ કરવી. હું હમેશા જ એ જે રીતે ઘર ચલાવે તેનાથી ખુબ જ પ્રભાવિત રહેતી. કોઈપણ નાણાકીય માંગણી કે અગવડ કે અણધારી આફતને પહોચી વાળવાની તેની આવડત અદભુત છે એ પણ મર્યાદિત આવકમાં.
In home, when he is little weak, I am strong and he needs my moral support, but when I am down he is very strong and I don’t know from where he will get that. He will always back me with his support. It is very obvious the ups and down in any business, if it gives return it gives, when it does not it does not. Most of the time he runs the business on the credit and he has to continuously serve his buyers even when he is not receiving payment. Whenever we have riots or any unstable situation in the city, we are in to critical time, and that will be position of almost all the small to medium entrepreneurs, self employed who are in to day to day rotation. Who else can better understand their pain and situation than us!
ઘરમાં હમેશા જયારે એ થોડો ઢીલો પડે ત્યારે હું મજબૂત હોઉં અને એને બધા જ પ્રકાર નો ટેકો કરું, અને હું જયારે થોડી પણ હતાશ કે નિરાશ કે ઢીલી હોઉં ત્યારે એ હમેશા એકદમ જ મજબૂત બને અને મને ખબર નથી કે એ ક્યાંથી એ તાકાત લાવે. સ્વાભાવિક છે કે ધંધામાં ચઢાવ ઉતાર હોય જ અને ધંધામાં થાય તો જોરદાર કમાણી થાય અને નાં થાય તો ઉધારી ઉપર બાકી ચૂકવના ક્યારે આવશે તે કહી શકાય જ નહિ. આમ છતાં પણ પાર્ટી માંગ્યા કરે તો માલ તો આપવો જ પડે. તોફાનો કે કોમી રમખાણો કે એવી કોઈ આફતો આવે ત્યારે એની સ્થિતિ ખુબ જ કફોડી હોય. આવી જ સ્થિતિ દરેક ધંધો કરતા કુટુંબ ની હોય એ અમારાથી વિશેષ કોણ વધારે સમજી શકે?
My brother has given me no. of spiritual books including “ Vidur Niti” to read when I could read little bit. I think he was trying to divert my mind. I was always complaining to God why he did this to me and other thousand questions, so he feels if I read “ Vidur Niti” I will get all the answers or may be will not have any questions. However I know he was worried all this time, he prayed to God, so as soon as I was recovering he went to thank the God.
મારા ભાઈએ મને ઘણા પુસ્તકો આપ્યા જેમાં “ વિદુર નીતી” પણ એક હતી, જયારે હું થોડી વાંચવા માટે સક્ષમ બની. મને લાગે છે કે એ મારું મગજ બીજે ક્યાય દોરવવા માંગતો હતો. હું હમેશા વિચારતી રહેતી, ભગવાનને કોસતી રહેતી અને હજારો પ્રશ્નો ભગવાન ને પૂછ્યા કરતી.” મને એજ સમજાતું નથી કે શાને આવું થાય છે?” મારી સાથે જ? માટે જ એને સૂચવ્યું કે મારે “ વિદુર નીતિ” વાંચવી જ જોઈએ, તેનાથી મને મારા પ્રશ્નોના જવાબ મળશે અથવા મને કોઈ પ્રશ્નો રહેશે જ નહિ. પરંતુ મને ખબર છે કે એ હંમેશા ચિંતા માં રહેતો. મને યાદ છે કે એને ઘણી બાધાઓ લીધેલ અને જેવી હું સાજી થવા લાગી કે એ ભગવાનનો આભાર માનવાનું ભૂલ્યો નથી..
I very much remember I hardly could read the book, when I start reading I start remembering many thing and my mind go on journey with all that stressful memories, so I have to read it again and again. However it is very true that you always remember God in your critical time and expect lot from God. We also expect magic from God. I can say God gives you courage to spend the bad time or to face it. We are I don’t know why always fearful of many things. We are used to so many things so we always have fear of loosing it. Hence I was not agree with many things in many books and I also start questioning and sometime feel this is rubbish, useless and not practical. Most of the philosophy suggest to give up worry but reality is that you have worry of many thing otherwise it can create disaster. I know one reality you have to do hard work with honesty and loyalty and than leave to up to God, however you have to do hard work. I firmly believe God is there in human being, and that God in that human being gives you lot. In my life I have found many God in many people and who have contributed a lot and given me lot and best of best, that may be one of the reason I never felt like surrendering myself to God earlier. For me my work was warship. God has given me lot even without my asking it.
Many times I really do not know what to ask from God and I used to confuse myself and also God.
So God is there but according to my brother it is all about “ time” and whatever happened to us is the game of “ time”. There was never a bad time and God gave me a lot even without my asking, I very much remember and can say I have never ask all these thing which I got in my life but God has given me the best of best. I believed in you my brother though I believe in astrology or not, I have prepared myself for any bad or good time.
મને બરાબર યાદ છે કે હું કઈ પણ વાંચી જ શક્તિ ન હતી, જેવું વાંચવાનું શરુ કરું કે તરતજ મારું મગજ જાત જાત ના વિચારો કરવા માંડે અને બધા જ ચિંતા ભરેલ વિચારો તથા જે વિચારી ને ક્યારેય ખુશી ના થાય તેવા વિચારો, એટલે મારે વારંવાર એક નું એક પાનું વાંચવું પડે ત્યારે તો હું સમજી શકું. ખરાબ સમયમાં ભગવાનનો સહારો જ હોય અને એજ યાદ આવે, અને આપણે ભગવાન પાસે કેટલી બધી અપેક્ષાઓ રાખીએ છે ને? અરે આપણે તો જાદુની પણ આશા રાખીએ. પણ હું એટલું તો કહી શકું કે જે થવાનું હોય તે થાય જ પણ ભગવાન એ ખરાબ સમયનો સામનો કરવાની હિંમત ચોક્કસ આપે. મને ખબર નથી પણ કેમ આપણે બહુ જ ડરપોક હોઈએ છે, ઘણી બધી બાબતોથી ડરીએ છે. આપણે ઘણી બધી સારી બાબતોની એવી આદત પડી ગઈ હોય છે કે આપણે એને ગુમાવવાનો પહેલો ડર હોય છે. આ કારણ થી પુસ્તકોમાં લખેલ ઘણી બધી બાબતો સાથે હું સંમત ના હતી, અને મને લાગતું કે આ કઈ વ્યવહારિક નથી જ, બધું નકામું છે. મોટા ભાગની ફિલસુફી એવું કહે કે ચિંતા ના કરો, બધું છોડી દો, પણ મને એવું લાગે કે ચિંતા કર્યા વગર મગજ ખાલી રાખીને જીવીએ તો એવું તો કેવી રીતે ચાલે? એક વાત સત્ય છે કે આપણે સખત અને તનતોડ મહેનત કરવી જ પડે છે, પ્રમાણિકતા અને વફાદારી સાથે, ફળ તો ખેર ભગવાન ના હાથ માં હોય છે. ક્યારેક ક્યારેક માનવ રૂપે પણ ભગવાન હોય છે ભગવાન આપણને એમના થકી ફળ આપે છે. મારા જીવન માં માનવ રૂપે ભગવાન છે અને હતા અને મને બનાવવામાં ભગવાન કરતા પણ એમનો ફાળો વધારે છે અને હતો એમ હું દ્રઢપણે માનું છુ. કદાચ એ કારણ થી મે ભગવાનના સંપૂર્ણ શરણે હું ગઈ નહોતી અને મને લાગતું કે મારું કામ એ જ મારી ભગવાનની સેવા છે. વણ માંગ્યું ભગવાને મને ઘણું આપ્યું છે અને એ પણ શ્રેષ્ઠ અને ઉતોમોત્તમ. ભગવાન તો છે જ. પણ મારા ભાઈ ના હિસાબે બધો જ સમય હોય છે અને આપણી સાથે જે પણ કઈ થાય તેમાં સમય નો મોટો ફાળો છે. હું તારી વાત સાથે સંપૂર્ણ પણે સંમત છુ મારા ભાઈ, હું જ્યોતિષ શાસ્ત્ર કે ભવિષ્ય માં માનું કે ના માનું પણ મે મારી જાત ને ખરાબ કે સારા આવનારા સમય માટે તૈયાર કરી. સારા કે ખરાબ સમય જેવું કઈ હોતું નથી, સારા કામ કર્યે રાખીએ તો સારું જ થવાનું છે.
મને ભગવાન પાસે શું માંગવું તે અંગે હંમેશા દુવિધા હોય છે અને હું પોતે તો મૂંઝવણ માં હોઉં છુ પણ ભગવાનને પણ મૂંઝવણ માં મૂકી દેતી હોઈશ.
Thank you my brother for all the patience. When whole day I was in pain and crying I used to throw that to Doctor and Doctor was not able to take the fact that some patient is really not listening to him. So he throws all his anger on me because he was not getting the result as per his expectation. When he leaves my brother used to do his acting and that make me and all laugh. He used to give lot of funny examples of his relationship with his wife and I used to laugh a lot. You have that skill of describing the complex thing of life with easy examples from the Shreemad Bhagwad, Gita, Datta Puran, VIdur niti, and many more.
તારો આભાર કેમ ભુલાય મારા ભાઈ, ખાસ કરીને તારી ધીરજ માટે. જયારે આખો દિવસ હું પીડા માં સબડતી અને રોતી ત્યારે હું મારો બધો ગુસ્સો ડોક્ટર ઉપર ઠાલવું અને કારણકે ડોક્ટર ને ધારેલું પરિણામ નાં મળે એટલે એ એમનો બધો ગુસ્સો મારી ઉપર ઠાલવે ત્યારે ડોક્ટર જાય ત્યારે એ ડોક્ટર ના ચાળા પાડી મને હસાવે. એ એના અને એની પત્ની વચ્ચે ના ઘણી હસ્યાસ્પ્રદ વાતો કહીને આખું વાતાવરણ હળવું કરે. જીવન ની અઘરામાં અઘરી વાતો કે એનો મર્મ તું સરળ ઉદાહરણો માં મને સમજાવે, શ્રીમદ ભગવદ, દત્ત પુરાણ,વિદુર નીતિ, ગીતા અને બીજા ઘણા પુસ્તકો માં રહેલી બાબતો સરળ ભાષામાં સમજાવે.. પુસ્તકો માત્ર તું વાંચતો નથી પણ મનમાં ઉતારે પણ છે.

Believe it or not 1

My brother and his astrology:
મારો ભાઈ અને એની ભવિષ્યવાણી: ( જ્યોતિષ વિદ્યા)
આ લખું પહેલા હું મારા વિષે થોડું લખવા માંગું છુ.
I very much remember my brother cautioned me about a year ago. According to him my time is bad and stars are not favorable. I always laugh at him. I do not remember how and when he learned this skill of astrology, but we came to know when we receive no. of his friends and their relatives to take his advise and to know their solution of the problem. It is very obvious; people always get worry when they are in to trouble, just like me. We were amazed how he knows all these, and he has some friends who will not even drink water without asking his (my brother) advise! However he never even give a single thought to take up this skill of astrology as an occupation even in any critical financial situation. But he never predicts anything about us. So when I collapsed he really tackled the situation with me, first he said 3 month forget about doing anything, and if you try to do anything nothing will work, after 3 month he said another 3 months. He was of the opinion that I was in so bad condition that if he would have told me about my bad time for six month in the beginning I would not have taken it positively. So in this time we do not have any option but have to believe. I started thinking about my past life. It was so smooth; I have seen no. of struggle though.
મારા ભાઈના હિસાબે તો બહુ સ્પષ્ટ હતું કે મારો સમય ખરાબ છે, પનોતી નો સમયગાળો. પહેલા એ કહે કે સારું થઇ જશે, એક મહિના પછી, બે મહિના પછી પછી ધીરે ધીરે એને સ્પષ્ટ જણાવ્યું કે છ મહિના એવું તને પહેલેથી કહ્યું હોત તો કદાચ મારી માનસિક પરિસ્થિતિ વધારે ખરાબ થઇ હોત. મને ખબર નથી કે ખરાબ સમયગાળો કે પનોતી એવું કઈ હોય છે કે કેમ, અને છેલ્લા વર્ષોથી મે ક્યારેય આવી વાત્તોમાં વિશ્વાસ પણ કર્યો નથી. પણ હવે એ વાત માનવી પડે એવી સ્થિતિ હતી. મને તો ખરાબ પરિસ્થિતિ નો અંત દુર સુધી દેખાતો નથી. અમને ખબર નથી કે મારા ભાઈ ને ક્યારે આ જ્યોતીષ વિદ્યા આવડી અને ક્યાંથી એ શીખ્યો પણ અમને ત્યારે ખબર પડી જયારે એના ઘણા મિત્રો એમના સમ્બબ્ધીઓને લઇ ને ઘેર જોવડાવવા આવતા અને એમના ઘણા તો એવા કે એ ક્યારેય એને પૂછ્યા વગર પાણી ના પીવે. મુશ્કેલી અંગે નિવારણ લાવવા પૂછે. એ ક્યારેય ઘરના લોકો નું જ્યોતિષ નથી જોતો જોકે. એ આ વિદ્યાને વ્યવસાયિક રીતે ક્યારેય સ્વીકારવામાં માનતો નથી, અને ગમે તેટલી નાણાકીય પરિસ્થિતિ માં હોય પણ ક્યારેય આ વિદ્યા દ્વારા પૈસા એકઠા કરી શકાય એવું ભૂલથી ય વિચારે નથી. એને મારી મુશ્કિલ પરિસ્થિતિ માં મને બરાબર હેન્ડલ કરી. એના કહેવા ઉપર હું હસતી, પણ અત્યારે માનવા સિવાય કોઈ ઉપાય જ નહોતો. આથી હું મારી વીતી જીંદગી વિષે વિચારવા મજબૂર થઇ. મારું જીવન એકદમ સરળ, અને કોઈ ખાસ મુશ્કેલી વગર જ હતું, પણ મે ઘણા સંઘર્ષ જોયા છે.
We lost our father at the same year I was graduating. It was all of sudden that one early morning due to sever heart attack and my father left on long journey. My brother is just one year older than me and he used to go to the business of my father from 12th standard and try to understand the business. However father never believed that he is matured enough, however my father has built no. of young boys under him. Many of them are his friend’s children and they were at very strong financial position with strong business. I have seen my brother in bicycle in the extreme afternoon of summer for dispatching order or to take payment when the boy of her age will enjoy their life. It was very big loss and disaster in our life, what we will do, how we will do? By nature we never believe in asking any help or we shy, and I very much remember he totally stopped breathing, however God was with us, he recovered. That time I started my job/ work and get involved so much that most of the time I was travelling so I hardly knows what is happening at the home front. Hence I really am not aware when and how he learned the knowledge of astrology.

જયારે હું સ્નાતક થઇ તે વર્ષેજ અમે મારા પિતા ( અમે પપ્પા જ કહીએ અને કહેતા) ગુમાવ્યા. અચાનક જ એક વહેલી સવારે એમને હદય રોગ નો હુમલો આવ્યો ને એ કે લાંબી યાત્રા ઉપર ચાલી નીકળ્યા. ભાઈ એક વર્ષ મોટો એ પપ્પાની ઓફિસે બારમાં ધોરણમાં હતો ત્યારથી જતો અને પપ્પાનો ધંધો સમજવા પ્રયત્ન કરતો. જયારે એની ઉમરના અને એના દોસ્તો બીજા આનંદ માનતા ત્યારે મે એને ધોમ ધખતા તાપમાં સાઇક્લ ઉપર ઓર્ડર આપવા, અને પેમેન્ટ લેવા ફરતો જોયો છે.પપ્પા એને ક્યારેય પુખ્ત સમજ્યા ન હતા. પણ એમને ભાઈ જેવા ઘણા જુવાન છોકરાઓને તૈયાર કર્યા હતા, જેમાંથી ઘણા એમના દોસ્તો કે જેઓ આર્થિક રીતે તથા ધંધામાં એમનાથી ઘણા આગળ હતા તેમના જ છોકરાઓ હતા અને એમને તાલીમ આપેલ મોટા ભાગ ના એ એમના દેખાતા જ મોટા ધંધા વિકસાવેલ હતા. મારા અને ભાઈ ના માથે આભ તૂટી પડ્યું. કેવી રીતે કરીશું, શું કરીશું, ઘર કેવી રીતે ચલાવીશું? વિગેરે. માંગવું અને મરવું એ અમારા બંને માટે સમાન હતું. મને બરાબર યાદ છે કે એ ખુબ મૂંઝાઈ ગયો હતો અને એના શ્વાસ કામ કરતા બંધ થઇ ગયા, અને એ માંડ માંડ બચ્યો. હું પણ કામે ચઢી અને એવી ચડી કે મોટા ભાગે તો પ્રવાસ માં જ રહેતી તેથી ઘર માં શું થાય છે મને ખબર ન હોય. એટલે એને આ કળા ક્યારે શીખી એ ખબર જ ના હોય અને આપણે માનીએ જ નહિ.
Cont.
ક્રમશ:

રવિવાર, 6 જૂન, 2010

We are our own enemy

5/06/2010:
This always happened to her always. Her life has never been easy one, I know but I encouraged thinking over it deeply that I have not done enough for her during this last six month when I myself was experiencing pain of being handicapped.
Again I was talking to myself I really do lot of for her. For example I always take her to movie. Well movie habit was given by one of my friend and she used to be a colleague. She taught me how one can enjoy while doing hard work as well and there is no crime in it.
આવું એની સાથે હમેશા જ થાય છે. એનું જીવન ક્યારેય સરળ હતું ની, મને ખબર છે અને હતી પણ મને એ વિષે વિચાર કરવાની પ્રેરણા મળી મારી બીમારી દરમિયાન કે મે તારા માટે બહુ વિશેષ કશું કર્યું નથી. જયારે હું આ વિચાર કરતી હતી ત્યારે મે મારી જાત સાથે વાત કરી કે મે એના માટે ઘણું કર્યું છે. જેમ કે, હું હમેશા એને સિનેમા જોવા લઇ જાઉં છુ. મારી આ સિનેમા જોવાની ટેવ મને મારી એક દોસ્ત અને અગાઉની મારી સહકાર્યકર્તાએ આપી છે. એને મને શીખવાડ્યું કે એકદમ સખત મહેનત થી કામ પણ કરી શકાય અને સાથે સાથે આનદ પણ લઇ શકાય, અને એમાં કોઈ ગુનો નથી.
When I take her to Cinema my major concern and worry ( again may be excuses ) if she needs to go to wash room oh God! No! Uff the toilets at the public places, I can’t think how she can manage to use those, no ways. She will get ready with her new cloths but both of us know that this was the last time that she is wearing the cloth. Wheel chair will be there but she needs to climb the steps inside the theatre. I always want to give her (and myself) best and hence I buy the ticket which is at last row and that is again more journeys for her to reach there.
હું જયારે એને સિનેમા લઇ જાઉં છુ, ત્યારે મારી એક ચિંતા એ હોય કે જો એને બાથરૂમ વાપરવું હશે તો બાપ રે...! ( ફરી હું બહાના વિચારી રહી હોઉં) અને આ જાહેર જગ્યાઓના બાથરૂમ, તોબા તોબા! હું વિચારી પણ નાં શકું કે એ કેવીરીતે એ વાપરી શકે. એ સિનેમા જોવા તૈયાર થઇ જાય નવા નકોર કપડા પહેરીને, પણ અમને બનેને એ ખબર હોય કે આ કપડા નો છેલ્લો વારો છે, ( ફાટી જ જશે) ત્યાં પણ વ્હિલ ચેર હોય પણ થીએટર ની અંદરના પગથિયા તો ચડવા પડે, ઉપરથી કારણકે હું એના માટે ( અને મારા માટે પણ) બધું શ્રેષ્ઠ જ કરવા માંગું એટલે પાછી છેલ્લી હરોળ માં ટીકીટ હોય એટલે અંદર પાછા ઉપર ચઢવાનું.
Forget about the public places, she was going to take training at the organization who is specifically working for the disabled and differently able people. Every day she was avoiding drinking water and when I asked her she said, if I need to go to wash room, toilet is in horrible condition and under constructions at the center. “How do other girls use the same? They all stay there so they have to.” She was describing me the method how all other girls with various such problems and even worst than this were using the toilets.

ભૂલી જાઓ જાહેર જગ્યાઓને પણ એક વાર એ એક તાલીમ લેવા એક સંસ્થામાં જતી હતી કે જે સંસ્થા વિકલાંગ માટે જ સ્થપાયેલી છે. દરરોજ એ પાણી પીવાનું ટાળે, પુછુ તો જણાવે કે પછી મને બાથરૂમ જવું પડશે, અને ત્યાં બાથરૂમ સમું થઇ રહ્યું છે અને બહુ ખરાબ દશામાં હોય છે. “ તો પછી ત્યાની બહેનો કેવી રીતે જાય છે, એ તો ત્યાં જ રહે છે “ મે પૂછેલ. અને એને મને જણાવ્યું કે કેવી રીતે એ છોકરીઓ એવી જ દશામાં રહેલ બાથરૂમ નો ઉપયોગ કરે છે!! ઘણી છોકરીઓને તો ચીચી કરતા પણ વધારે તકલીફ છે કે કહી શકાય.
The way she was sawing me action of using such kind of toilet, we may laugh and we may forget etiquettes of using toilet or how applicable such things here and also about cleanliness. The truth is that they have to adjust everywhere. Oh forget about the public place I always have to struggle for cleanliness of the toilets at my own home considering the situation of my sister. I feel she should go out in the open ground than in the toilets. Let’s take easy way out.
એને મને આવી હાલત માં રહેલ બાથરૂમ નો કેવી રીતે ઉપયોગ ત્યાની બહેનો કરે છે તે એક્સન કરીને બતાવ્યું , અને કદાચ આપણા માટે હસવાનું કારણ બને, આપણે શૌચાલય વાપરવાની યોગ્ય રીત રસમો ણે બાજુ પર રાખીએ, કે પછી આવી બધી વસ્તુ ખરેખર આવી બાબતોમાં લાગુ પડે છે કે કેમ, કે પછી સ્વછતાની વાતો પણ ભૂલી જઈએ. હમેશા એને જ પોતાની જાતને ગોઠવવાની કઈ બદલાઈ શકે એવી આશા જ છોડી દેવાની. જાહેર જગ્યાઓ ની વાત બાજુ પર રાખીએ, આપણા પોતાના ઘરમાં જ આપણે બાથરૂમની સ્વછતા માટે સંઘર્ષ કરવો પડે છે. મને એવું થાય કે એને ખુલ્લા માં જ જવું જોઈએ. હું સરળ રસ્તો અપનાવવામાં માનું છુ.
This is one of the major reasons that we really have not encouraged her to do any job outside the home. She feels very strongly that she is the reason of my situation because I have lifted her in the Cinema hall. I don’t believe, my body can not be that delicate that I can not lift you, I lift more than your weight.
Please do forgive me I have not done enough for you my sister and it will be totally in justice if I do not thank you. We are going together for the alternative therapy, and it will be the biggest miracle in the world the day you will stand on your own leg and walk. This way I will be able to forgive myself. However very important thing is that the alternative therapy is really working on her due to her very positive attitude and energy.
આ એક બહુ મોટું કારણ છે કે અમે એને ઘરની બહાર જઈ કામ કરવા ઉત્સાહિત નથી કરતા. એને એવું લાગે છે કે એના લીધે જ મને આ તકલીફ થઇ છે, કારણકે એક દિવસ મે એને સિનેમા હોલ માં ઊંચકી હતી. પણ હું નથી માનતી, હું એટલી નાજુક નથી, તારા વજનથી એ ઘણું હું માથે ઉપાડી ને ફરું છુ.
ખેર, માફ કરજે હું તારા માટે ખાસ કઈ કરી શકી નથી, પણ તારો આભાર માનવો હું નહિ ભૂલું. હજી પણ આપણી વૈકલ્પિક સારવાર માં સાથે જવાની સફર તો ચાલુ જ છે. તારી પણ સારવાર શરુ કરી છે, તું ઉભી થઈશ તો એ કદાચ એક જાદુ જ હશે, અને એ દ્વારા હું મારી જાતને માફ કરી શકીશ. અને ખાસ અગત્યનું છે કે કારણકે તારા આ જીવન પ્રત્યેના હકારાત્મક અભિગમ ને કારણે આ સારવાર તારા ઉપર ખુબ અસર કરી રહી છે.
We our self – the only our own enemy:
આપણે જ આપણી જાતના દુશ્મન:
Stress/ Tension is one of the major reason that treatment won’t work on us. I believe only because of stress my illness has taken little long time. The main reason is our nature. My mind always keeps thinking, I don’t know what and why and most of the thoughts are negative. I always pray to God, Please give me sleep! I do not remember single day in last six month that I could sleep before 5 o’clock in the morning! I was given sleeping pills for some days but than I was not. I was not sleep the whole day and night. There was no question of reading anything, sleeping by side was also not allowed, to watch T.V with lying in the bed was also not allowed and painful.
માનસિક તનાવ એ એક બહુ જ મોટું કારણ છે કે ઘણી વાર ઘણી સારવાર આપના ઉપર અસર કરતી નથી. મારી બીમારી લાંબી ચાલી તેનું એક મોટું કારણ પણ માનસિક તનાવ છે, અને આપણો સ્વભાવ. હંમેશા મન કઈ ને કઈ વિચાર્યાજ કરે અને મોટા ભાગ નું તો નકારાત્મક જ હોય. આજ કારણથી લાગે કે હે ભગવાન મને ઊંઘ આપ. આ છેલ્લા છ મહિનામાં મને યાદ નથી કે હું ક્યારેય સવારના પાંચ વાગ્યા પહેલા સુઈ શકી હોય. થોડા દિવસ મે ઊંઘની ગોળી લીધેલ, પણ પછી એ પણ મને આપવામાં આવી નહિ.આખી આખી રાત મને ઊંઘ આવે જ નહિ, વાંચવાનો તો સવાલ જ નહોતો, પડખે ફરીને સુવાય નહિ, અને એટલે સુતા સુતા ટી.વી. જોવાની પણ મનાઈ હતી.
We are weak with our mind. We easily get upset and sad with small things. Work is part of our life, but we are not able to understand that when we are not well our health is more important than work .
આપનું મન ખુબ નબળું હોય છે, જલ્દીથી નાની નાની વાતોથી એ એકદમ વ્યથિત થઇ જાય છે. કામ એ આપના જીવન નો એક અવિભાજ્ય અંગ છે અને હોય પણ જયારે બીમાર હોઈએ ત્યારે પહેલા આપનું આરોગ્ય વધારે અગત્યનું હોય છે એટલી સરળ વાત સમજી નથી શકતું.

We get stress with and without work. When I collapsed all of sudden, had to cop up to manage the on hand work and when I realized that it will go long had to gradually hand over. That is more stressful time. But I think it is more that we don’t want to give up. In the beginning when I was at critical stage, it was not advisable to use the phone but I had to and later on when I have handed over most of the task I feel at least I need to talk, somebody should talk to me so I can stop thinking about pain.
કામ હોય તો પણ ચિંતા લાગે અને કામ ન હોય તો પણ ચિંતા થાય. અચાનક જ ખાટલે પડી એટલે શરૂઆતના બે મહિના તો એકદમ જ હાથ માં રહેલા કામો ની ગોઠવણ અને એ પછી ખબર પડી કે આ તો બધું લાંબુ ચાલે એટલે ધીમે ધીમે સોંપવું જ પડે. પછી એકદમ કામ ના હોય એટલે વધારે અઘરો સમય! કદાચ આપણને કશું જતું કરવું જ નથી હોતું. પહેલા જયારે ફોન વાપરવાની મનાઈ ત્યારે ફોન વાપરવો પડે અને પછી એવું લાગે કે હવે કોઈ ફોન ઉપર કલાકો વાત કરે તો કેવું સારું?જેનાથી મારું દર્દ હું ભૂલી જાઉં?
I think Doctor may not have encountered patient like me who was so impatient. We our self are our own enemy. I can better understand my self and how difficult person I am to deal with. Each Doctor find my life style and my work is the reason for my problem, and all would advise to either to give up the work or I should organise my work and time. Well, to work is my need, mental and economic both, and I always enjoy while working only. I am clear about this. What do I do if my creativity emerge in the late night? I can not wake up early in the morning and do work ( or I dont want to even put efforts)so what do I do? My energy increases as day moves to night. At the time of normal sleep I feel like doing work. I will write about this later, but I do accept and admit that I can do work and also take care of my health. People who do work much more than I do with totally normalcy. I am the only responsible person for my situation. I deserve this.
ડોક્ટર ને મારા જેવો અસહકાર આપનાર દર્દી ક્યારેય મળ્યું નહિ હોય. આપણે જ આપણી જાત ના દુશ્મન હોઈએ છે. હું મારી જાતને બરાબર સમજતી થઇ, હું જરા મુશ્કેલ વ્યક્તિ છુ એટલે મારી સાથે કઈ પણ કરતા કે કરાવતા તકલીફ પડે. જે પણ ડોક્ટર પાસે જાઉં તેમના માટે મારી જીવન જીવવાની શૈલી અને કામ જ મારા કોઈ પણ તકલીફ ના કારણ છે, અને બધાના માટે કાં તો મારે કામ જ કરવાનું બંધ કરવું જોઈએ કાં તો મારે મારા કામ નો સમય બાંધી દેવો જોઈએ. ખેર કામ કરવું એ મારી આર્થિક જરૂરત તો છે જ પણ સાથે સાથે માનસિક પણ જરૂરત છે. અને કામ કરવામાં જ મને આનંદ આવે છે તે બાબતે હું બહુ જ સ્પષ્ટ છુ. મને રાત્રે જ સર્જનાત્મક વિચારો આવે તો હું શું કરું? હું સવારે વહેલા ઉઠી ને કામ નથી જ કરી શક્તિ ( કે મારે પ્રયત્ન જ નથી કરવો) તો હું શું કરું? જેમ જેમ દિવસ ચઢે તેમ તેમ મારી શક્તિ ઓ કઈ વધારે જ વધે, મારી ઊંઘ ઉડતી જઈ અને બરાબર ઊંઘવાના સમયે જ મને જબરજસ્ત એનર્જી નો અનુભવ થાય. આ વિષે વધુ પછી લખીશ, પણ હા હું સ્વીકારું છુ કે હું કામ પણ કરી શકું છુ અને આરોગ્ય પણ સાચવી શકું છુ. મારા કરતા પણ હાજર ઘણું કામ કરતા લોકો પણ વધારે તંદુરસ્તી થી જીવે છે. પણ મારી હાલત માટે હું જ જવાબદાર છુ. અને એના માટે હું લાયક છુ.

My brother and his astrology:
મારો ભાઈ અને એની ભવિષ્યવાણી: ( જ્યોતિષ વિદ્યા)
આ લખું પહેલા હું મારા વિષે થોડું લખવા માંગું છુ.

ગુરુવાર, 3 જૂન, 2010

manomanthan: My disability since years

૩/૦૬/૨૦૧૦ બપોર પછી.
Her normal life is in the home, grown up in protected and nurtured environment. We are fortunate that in our family girls are always given love and nurtured but boys get all the punishments.
એને ઘર માં ખુબજ પંપાળીને ઉછેરવામાં આવી. અમે ખુબ નસીબદાર છીએ કે અમારા ઘરમાં હમેશા છોકરીઓને જ વધારે પ્રેમ મળ્યો છે અને છોકરાઓને બધી જ સજાઓ.
All the day she is at home, even data entry etc she used to do at home so by the week-end she is totally exhosted and irritated being home all the time, and I in any case need to take her out. Here pls. excuse me for using this word that I have to take her outside home, but in reality she has the vehicle and she will drive the same while I just seat behind her and take ride. However the major problem is how do I take her? In some places wheel chairs works and available, many places it is not, many places are really not friendly with either wheel chairs or the person like my sister. We have to go only where she can move comfortably.
આખો વખત એ ઘરમાં જ હોય, કમ્પ્યુટર ડેટા એન્ટ્રી કરે એ પણ ઘરમાં જ, સાથે સાથે ભરતકામ પણ કરે. એટલે અઠવાડિયાના અંતે તો તે એકદમ જ કંટાળી ગઈ હોય અને મારે એને કોઈ પણ હિસાબે એને બહાર લઇ જ જવી પડે. અહી હું એમ કહું છુ કે મારે એને બહાર લઇ જવી પડે, પણ વાસ્તવિકતા એ છે કે એ મને બહાર લઇ જાય પેલા ચાર પૈડાવાળા વાહનમા જ તો, હું તો માત્ર પાછળ બેસી જાઉં. પણ ઘણી વાર એ જ પ્રશ્ન થાય કે ક્યાં લઇ જાઉં, કેવી રીતે લઇ જાઉં, કોઈક જગ્યાએ વ્હીલચેર જઈ શકે અને કેટલીક જગ્યાએ નાં જઈ શકે. પહેલા વ્હીલચેર નહોતી ત્યારે કઈ જગ્યાએ વ્હિલ ચેર ઉપલબ્ધ હશે તે જ જગ્યાએ જવાય.
I very much remember, the day I have given her vehicle, she just took the charge of the vehicle and that’s it, she was comfortable driving it. One day I told her why don’t you learn computer, she learned the computer in 8 days, then one day one of my friend said to her, Gujarati data entry is in demand, you should learn Gujarati, when I came back from the office in the evening she was waiting for me, I know Gujarati Typing, now pls. give me work. She did and doing Gujarati and English data entry work.
મને બરાબર યાદ છે કે જે દિવસે મેં એને એ વાહન આપ્યું ત્યારે કદી પણ આવું વાહન ચલાવ્યું ના હોવા છતાં પણ એને તરત જે એનો ચાર્જ લઇ લીધો અને તરત જ ચલાવવા લાગી. એક દિવસ મેં એને કહ્યું કે તું કોમ્પુટર શીખ, એ ૮ દિવસ માં જ શીખી ગઈ. એક દિવસ સવારે મારી એક મિત્ર એ એને જણાવ્યું કે ગુજરાતી ડેટા એન્ટ્રીની માંગ ખુબ છે, તારે એ શીખવું જોઈએ. સાંજે હું પાછી આવી ત્યારે એ મારી રાહ જોઈ ને તૈયાર હતી, મને આવડી ગયું, હવે હું ગુજરાતી ડેટા એન્ટ્રી કરવા તૈયાર છુ. અને એને અંગ્રેજી અને ગુજરાતી બેય ડેટા એન્ટ્રી કરી પણ કરી અને કરે પણ છે.
So my mind was always around the word “Handicap” and normally we do not want to use the word handicap and it is always suggested that we should use term called- differently able or whatever terminology. I completely agree with it, but again at the end of the day it is physically disabled/ handicap and differently able. There is no other mind about it that there is nothing like physical disabilities, there is a mental disabilities.
મારું મન હમેશા આ શબ્દ, વિકલાંગ, અપંગ કે જે પણ શબ્દ આપણે વાપરીએ તેની આસપાસ જ ભમે છે. આપણે જે શબ્દ વાપરીએ તે, હું એ સાથે સમંત્ પણ પુરેપુરી છુ, પણ ફરી, એમાં કોઈ બેમત નથી કે શારીરિક અપંગતા નથી હોતી પણ માનસિક અપંગતા હોય છે.
(If you have seen Chichi, my sister, you will know the meaning of life or will understand how life should be. She is in totally different world. She is the victim of the Polio when she was doing efforts to walk, and fortunately she could not understand that she is different than others since years. Her more than 14 years were in hospitals, have gone through 7 operations at different time, this made her irritated with operations and she never wanted to walk. This has also kept her away from the formal education. “ What happened to her?” Is this happened since birth?” “ Oh how beautiful she is but look at this” kind of feeling and questions have given her understanding that she is bit different and have some problem, however you will never found any sad feeling about this on her face. I want to give her best of best but I realized when I was ill since she was always in front of me, (very happy that I am now going to be with her and will listen to her all day) that I totally forget her, I did not do anything for her. I was on my own world.
( જો આપે મારી બહેન જેને અમે ચીચી ના હુલામણા નામે બોલાવીએ છે, એને જોઈ હોય તો તમે જીવન નો અર્થ જનો, અથવા તમે સમજી શકો કે જીવન કેવી રીતે જીવાય. એ ખુબ જ જુદી જ દુનિયામાં જીવે છે. એ જયારે ચાલતા શીખતી હતી ત્યારે જ પોલીઓનો શિકાર બની. પણ સદભાગ્યે એ બીજા કરતા અલગ છે એ વાત એ ક્યારેય સમજી શકી જ નથી. એના જીવન ના ૧૪ વર્ષો હોસ્પિટલમાં જ કાઢ્યા છે, ૭ જેટલા ઓપેરેશન થયા એના બેય પગ ઉપર. એનાથી એ ખુબ જ કંટાળી ગઈ અને જાણે એને ચાલવાની ઇચ્હજ ઓછી થઇ ગઈ. આ કારણથી જ એ ભણતર થી પણ દુર રહી. ભણતર થયું પણ ટુકડે ટુકડે. “ એને શું થયું?” “ આ એને જનમથી જ છે?”, “ કેટલી સુંદર લાગે છે, પણ જોને ભગવાને કેવી તકલીફ આપી છે?” જેવા પ્રશ્નોથી જ એ એટલું સમજી શકી કે એ બધા કરતા થોડી જુદી છે. પણ છતાં પણ તમે એને કડી પણ આ કરને દુખી નહિ જુઓ. હું એને બધું જ સુખ આપવા માંગું છુ, અને હમેશા આપવા માંગતી હતી, પણ વધારે મને જયારે હું છેલ્લા છ મહિનાથી બીમારી ના કારને ઘેર રહી તેનાથી લાગ્યું કે હું એના માટે કઈ કરી શકી નહિ. હું મારી જ દુનિયા માં હતી. છેલા છ મહિનાથી તે ખુબ જ ખુશ છે, કારણકે હું એની સામે હતી એની સાથે)
She had seen the BRTS, and she all the day making plan when do I recover and I take her to Kankaria Lake in BRTS. So this was a big agenda since last six month.

એને બી. આર. ટી. એસ. જોઈ અને આખો વખત એ આયોજન જ બનાવે કે હું ક્યારે ઠીક થાક થઇ જાઉં અને ક્યારે એને આ બી. આર. ટી. એસ. માં કાંકરિયા લઇ જાઉં. આ છેલ્લા છ મહીનાનો બહુ મોટો એજન્ડા હતો.
Do you think my sister can take ride in BRTS with her wheel chair? I have my own dought or may be my mind was trying to find out some excuses??? Like, How do I get in to the bus stop, and in to the Bus!! I am sure there will be facility for sure. Wheel chair may not be available so it is better to take it. Once we went to see off one of our relative to Railway station, and as usual she always wants to be part of and would like to come along. There was no enough wheel chair available at the station, so if somebody had taken the chair you have to wait long. There were broken wheelchair lying in the Cabin of the Manager. However I was appreciating that at least wheel chair was available. I very much remember I have seen the names of some donors was written on the chair and I was really amazed that even big infrastructure like Railway also take the donation like chairs, I am sure they can have their own. On the other hand if we want to donate we never think of donating wheel chairs at the railway station!
શું તમને લાગે છે કે મારી બહેન ને હું વ્હીલચેર માં બેસાડીને બી.આર. ટી. એસ. માં કાંકરિયા લઇ જઈ શકું? કે પછી મારું મન બહાના શોધે છે? જેવા કે, હું કેવી રીતે બસ સુધી લઇ જઈ શકીશ?, દુર થી જોયું છે, વ્યવસ્થા તો હોવી જ જોઈએ. ત્યાં વ્હિલ ચેર હોય કે નાં હોય, એટલે આપણે તો લઇ જ જવી હિતાવહ છે. એક વાર અમે બધા અમારા કોઈ સંબંધીને મુકવા રેલ્વે સ્ટેશન ગયા ત્યારે હમેશની જે એને સાથે આવવું જ હતું. અને સ્ટેશન પર વ્હિલ ચેર ઉપલબ્ધ ના હતી. જે હતી તે તૂટેલી ફૂટેલી હાલત માં હતી. જે હતી તે કોઈ લઇ ગયું હતું, એટલે રાહ જોવી પડે. પણ મને એ વાતનો આનંદ હતો કે વ્હિલ ચેર ની વ્યવસ્થા હતી, અને એના ઉપર મેં કોઈ દાતા નું નામ પણ જોએલ. મને એ વાતનું આશ્ચર્ય થયું કે રેલવે જેવી વિશાલ વ્યવસ્થા ને પણ આવા દાન ની જરૂર હોય છે, મને ખાતરી છે કે આવી વ્યવસ્થા તેઓ કરી શકે, અને બીજી તરફ કે આપણે કોઈ દાન અપાવું જોય ત્યારે આપણે ક્યારેય રેલ્વે માં વ્હિલ ચેર આપવાનો વિચાર માત્ર નાં કરીએ.
In short I was not sure if I would be able to take her to Kankaria in BRTS, OR may be I was not having courage to take her due to my temporary disability. I have an opportunity to read one of the articles by Esther David about taking a ride in BRTS to Kankaria, which was clear that there is lot of walking. So that add to my final stand that I will not be the right person to take her at-least unless I fully recover. Important thing was to take ride to Kankaria in BRTS.
ટૂંક માં હું બહુ જ મક્કમ હતી નહિ કે હું એને કાંકરિયા લઇ જઈ શકીશ, ખાસ કરીને બી. આર. ટી. એસ. માં. કે પછી મને મારા આ હાલના સ્પાઈનલ પ્રોબ્લેમ ના કરને મને હિમત ના હતી. એમાંય મેં એક શ્રી. એસ્થર ડેવીડ નો એક છાપા માં આર્ટીકલ વાંચ્યો, જેમાં એવું સ્પષ્ટ હતું કે ત્યાં ચાલવું બહુ પડે,જેને મારા આખરી નિર્ણય ને ઓપ આપ્યો કે હું તો એને આ હાલત માં નહિ જ લઇ જઈ શકું એ વાત ચોક્કસ છે, જ્યાં સુધી હું પુરેપુરી સાજી ના થઇ જાઉં ત્યાં સુધી. અગત્યનું એ છે કે કાંકરિયા જવું પણ બી. આર.ટી. એસ માં.
At last my elder sister who is in Ahmedabad from Jamshedpur to meet me and her Son- took her wheel chair in BRTS and my sister Chichi took ride in bike with a relative and she could make to Kankaria, she was happiest person in the world, she has seen no. of people there. However her wish was to take ride in BRTS -??. Ok, I will find out the way. Sorry I could not take you my sister, if I wish I can do, I can also break those rods, I can make but if I wish, and try, I do it at my work front many task which is totally out of my capability but…..

છેલ્લે મારી મોટી બહેન જે આજકાલ જમશેદપુર થી મને અને એના દીકરા ને મળવા અમદાવાદ આવી છે તે વ્હિલ ચેર લઇ ને બી. આર. ટી. એસ માં ગઈ જયારે ચીચીએ લીધી બાઈક ની રાઈડ, અને એ કાંકરિયા તો ગઈ જ. એ દિવસે એ દુનિયા ની સૌથી ખુશ વ્યક્તિ હતી, તેણે હજારો લોકોને જોયા, પણ એક આશા હજી અધૂરી છે. મને માફ કરજે મારી બહેન, હું તને લઇ જઈ શકી નહિ, હું ચોક્કસ તને લઇ જઈશ.હું ધારું તો લઇ જઈ શકું,, ધારું તો, જ્યાં ના હોય ત્યાં પણ રસ્તો કરું, જાદુ પણ કરું, જે વ્યવસાય ક્ષેત્રે હું ના થઇ શકે કે મારા ગજા બહાર ના કામ કરું છુ, પણ ....
But this happens to her life every time, and every time I feel vulnerable.
પણ આવું હમેશા તેની સાથે થાય છે. અને હમેશા મેં લાચારી જ અનુભવી છે.
Her photo was appeared in the Times of India, when she was appearing for her 10th standard board exam. In photo, the write up was mentioning a handicap girl is appearing for the exam and being helped by School. Principal was also reflected in the photo. So whatever is the meaning and intension of the photo and the message or the school’s PR and efforts, but the reality was that the class room in which she was having her no. was on the first floor and school did not made any arrangement for her to seat in any class room in the ground floor. I salute this kind of school with principles and values; I was really feeling proud that my sister was considered as common student - and forget about my sister and her disability, by that age she was comfortable crawling and she was with full of energy to climb the stair case.
I could have fight for you to let you sit at the ground floor for your examination, but I did not…! I was disabled you were not!
એનો ફોટો ટાઈમ્સ ઓફ ઇન્ડિયા માં પ્રકાશિત થયો હતો, જયારે એ એની ૧૦- બોર્ડ ની પરીક્ષા આપવા ગઈ ત્યારે. ફોટાની નીચે લખ્યું હતું કે વિકલાંગ છોકરી પરીક્ષા આપી રહી છે, અને શાળા એને મદદ કરી રહી છે. હવે એનો જે અર્થ કાઢીએ તે, કે પછી શાળા ના જે પ્રયાસો શાળા ની મદદ માટે પબ્લીસીટી કરવાનો ઉદેશ હોય પણ હકીકત એ હતી કે એનો જ્યાં નંબર હતો તે વર્ગ પહેલા માળે હતો, પણ શાળાએ એને નીચેના વર્ગખંડ માં પરીક્ષા આપી શકે તેવી કોઈ વ્યવસ્થા કરી ના હતી. હું આવી સિધાંતો અને મૂલ્યો ધરાવતી શાળા માટે મને માન છે અને હું એને સલામ કરું છુ, મને ગૌરવ છે કે, એને એક સામાન્ય વિદ્યાર્થી તરીકે જ જોવામાં આવી, પછી ભૂલી જાવ મારી બહેનને, એ ઉંમરમાં તો એ બે પગ અને બે હાથથી ચાલવા એકદમ અનુકુળ હતી અણે પોતાની જાતે ઉપર દાદર ચડીને જવા એનામાં એકદમ તરવરાત હતો. હું તારા માટે થોડી લડી શકી હોત, ખાસ કરીને તું નીચે બેસીને પરીક્ષા આપી શકે પણ મેં એવું ના કર્યું, ...! કદાચ હું અશક્ત હતી તું નહિ.
Cont.
વધુ હવે પછી. સાંજે ૭ વાગે. ૩/૦૬/૨૦૧૦

બુધવાર, 2 જૂન, 2010

Manomanthan: Being Handicaped

Being Handicapped….
Thank God!
હે ભગવાન તારો ખુબ ખુબ આભાર,
It is been more than 6 months that I am unwell and bedridden.
છેલ્લા ૬ થી પણ વધુ મહિનાથી હું પથારીવશ હતી.
I was having cervical disc-prolapse and severe nerve compression. It was and is critical time particularly for the person who is in to work for more than 24 hours with mind and body. મને ગાદી ખસી જવાથી નસ માં દબાણ થયું. આ એક ખુબ જ અઘરો સમય રહ્યો ખાસ કરીને મારા જેવા માટે જે ચોવીસે કલાક કામ કા પરોવાયેલા હોય.
Thank God….., for making me realize that I can live and survive without work or my life can be without work or there is a life beyond work. It is more than 19 years now that I am working ( job).
ભગવાન તારો આભાર, મને એ પ્રતીતિ કરાવવા બદલ કે કામ ના સિવાય પણ એક દુનિયા છે, કામ સિવાય પણ હું જીવી શકું છુ. આજકાલ કરતા ૧૯ વર્ષથી હું કામ ( નોકરીજ તો ) કરી રહી છુ, ક્યાં વીતી ગયા તે ખબર નાં પડી.
I was totally handicapped in the sense that was not allowed to even move for at least 3 months, that has totally changed my life. I learned so many things and have seen the things which I was not able to see even when I was moving all around the world. I realize that to become ill is like a crime for person like me. ( For the person who are in to job, who are employee- well for me it was and is never a an employment or a job but at the end of the day it is job, and I do not shy to say its job at-least now, well will write later about this)
હું સંપૂર્ણપણે અપંગ અને અશક્ત થઇ એટલી હદે કે ત્રણ મહિના સુધીતો હલવાની પણ મનાઈ અને તકલીફ હતી, આનાથી મને લાગ્યું કે મારા જીવન માં ઘણા ફેરફાર આવ્યા. હું એવું ઘણું બધુ શીખી અને જોયું જે મને લાગ્યું કે જયારે હું પૂરી દુનિયામાં ઘુમતી હતી ત્યારે પણ નહોતું જોયું, જાણ્યું.
મેં અનુભવ્યું કે મારા જેવા માટે માંદા પડવું એ એક ગુનો છે. .( ખાસ કરીને એવા લોકો માટે જે નોકરિયાત હોય, મારા માટે એ ક્યારેય નોકરી કે રોજગાર નહોતો કે છે, પણ ખેર અંતે તો નોકરી જ કહી શકાય એ વાત માં હવે મને કોઈ દ્વિધા નથી, ખેર પછી એના વિષે લખીશ..)
When I returned from Hospital I had to face the wheelchair, uff, I remember I bought this wheel chair few days ago for my sister ( suffering from Polio in her both the legs, she uses her two hands and used to crawl) so I can take her to every places she wants, and her cloths remain intact. So we all were laughing at home about this. At home nobody was happy that I bought the wheel chair because all of us wants and wish that she should walk, I also feel and have strong trust, but I thought it will help in her journey meanwhile. I don’t know weather I have done right or wrong.
All during these time she was with me, always at my service, she used to come to hospital with the tea and breakfast in the morning, so my mother can be relieved, she will sit with me for hours without having any food, many time she went down from the hospital to take the medicine of my Blood pressure, at home she will bring water for me and pour the same in to my mouth, tea and other food. At home she will sleep near my bed, on the ground along with my mother in the night so she can listen to my requirement and can take me to the toilet. She will ask the Doctor if I am alright. Then after 3 month when I was slightly moving, I have started alternative therapy, and she took the responsibility to take me on her two wheeler with two extra wheels so we used to call it four wheeler everyday. This two cum four wheeler was gifted to her on her birthday by all of us so she can be independent.

મારે વ્હીલચેર નો સામનો કરવાનો આવ્યો જયારે હું હોસ્પિટલથી ઘેર આવી ( લાવવામાં આવી). ઉફ્ફ, મને બરાબર યાદ છે કેટલાક દિવસ પહેલા આજ વ્હીલચેર હું મારી બહેન માટે લાવેલ.( મારી નાની બહેન, જે બંને પગે પોલીઓ હોવાથી પોતાના બે હાથ અને પગ વડે ચાલે છે, તો જો એ આ વ્હીલચેર વાપરે તો હું એને એવી બધી જગ્યાએ લઇ જઈ શકું જ્યાં જવાની એને ઈચ્છા હોય, અને એના કપડા પણ ફાટે નહિ) બધાના માટે હસવાની તક મળી. ઘર માં બધા આ વ્હીલચેર લાવવાની વિરુધમાં હતા કારણકે હું અને ઘરમાં બધા જ એવું દ્રઢપણે માનએ છીએ અને પુરો વિશ્વાસ છે કે એ ચાલશે અને એણે ચાલવું જ જોઈએ. મને લાગ્યું કે વ્હિલચેર એને આ દરમિયાન મદદ કરશે. મને ખબર નથી કે મેં સારું કર્યું કે ખોટું!
આ બધા સમયે એ સતત મારી સાથે જ હતી, મારી સેવામાં. તે હોસ્પિટલમાં સવારના પહોર માં ચા અને નાસ્તો લઇ ને આવે જેથી મારી માં ઘેર જઈ શકે, મારી સાથે કલાકો ખાધા પીધા વગર સુધી બેસે, મારી બધી જરૂરત પૂરી કરે, ઘણી વાર એ નીચે જઈ ને દવા પણ લઇ આવે, ઘેર સતત પાણી, ચા અને જમવાનું લાવી મારા મોમાં નાખે. ઘેર એ મારા ખાટલા નીચે જમીનમાં મારી માતા સાથે સુઈ જાય જેથી રાત્રે મને કોઈ જરૂર પડે તો મારો અવાજ સાંભળી શકે અને મને જરૂર પડે તો બાથરૂમ પણ લઇ જઈ શકે. ડોક્ટર ને પૂછે કે મારી બહેનની તબિયત બરાબર છે કે નહિ. ત્રણ મહિના પછી જયારે થોડી ચાલવાની છૂટ મળી ત્યારે મેં એક વૈકલ્પિક સારવાર શરુ કરી ત્યારે એણે જ મને રોજ એના બે પૈડાવાળા વાહન ( જેમાં બીજા બે પૈડા જોડ્યા છે જેથી તે વાહન ચલાવી શકે માટે અમે બધા એને ચાર પૈડાવાળું વાહન જ કહીએ છે.) ઉપર લઇ જવાની જવાબદારી લીધી. આ વાહન પણ અમે અને એની વર્ષગાંઠ ની ભેટ તરીકે જ આપેલ વિચાર્યું કે એ સ્વતંત્ર થઇ ને એને જ્યાં જવું હોય ત્યાં જઈ શકે.
She does not know how to say “no”. It is not her vulnerability that she has to say no, it is her love and feeling that was compelling her to always be on the service of others. This is also one of the reasons that she is really a favorite and liking person in the home and neighborhood. Thank you my sister, I salute your energy and your positive attitude.
We at home all the members are always having this complaints with God for her, why it happened to her, and we all the time try to do every efforts that she can walk. My mother always have this trust and strong feeling that one day she will walk.
એને ક્યારેય નાં કહેતા જ નથી આવડતું, એ એની કોઈ મજબૂરી નથી કે એને કામ કરવું પડે પણ એની લાગણી અને પ્રેમ છે જે તેને બીજા માટે કામ કરવા મજબૂર કરે છે. આ પણ એક કારણ છે કે એ ઘર માં અને પડોશમાં સૌથી પ્રિય પાત્ર છે. આભાર મારી બહેન, હું તારી આ સ્ફૂર્તિ, જીવન પ્રત્યેના હકારાત્મક અભિગમ માટે હું તને સલામ કરું છુ. અમને હમેશા ઘરમાં ભગવાન સામે આ એક કાયમી ફરિયાદ છે કે એની સાથે જ આ કેમ થયું, અને હમેશા અમારાથી બનતા બધા પ્રયત્નો કાર્ય કે એ ચાલે, મારી માતા ને તો પુરો વિશ્વાસ છે કે એ જરૂર ચાલશે.
I know I am going to walk and will be alright, I have started doing normal work at home and have done some travelling as well, however with you in front of me I felt I always have positive energy in front of me. Being handicapped is really painful and I pray to God please do not give this to any body. However I am firm we all are handicapped and disabled with our mind not body. Some is with love, feeling!
Cont.
મને ખબર છે કે હું એક દિવસ ચાલીશ, દોડીશ અને ઠીક થઇ જઈશ, મેં મારી રૂટીન જીંદગી શરુ કરવા લાગી છે, થોડું ટ્રાવેલ પણ કર્યું છે પણ છતાં તારા સામે રહેવાથી, મારી સામે હમેશા એક હકારાત્મક બળ નો અનુભવ થયો છે. અપંગપણા નો આભાસ માત્ર પણ દુખ દાયક છે અને વિકલાંગ હોવું એ ખુબ પીડાદાયક છે, હું ભગવાનને પ્રાર્થના કરું છુ કે મહેરબાની કરીને તું આ પીડા કોઈ ને આપીશ નહિ. પણ હું એક વાત બાબત માટે ખુબ જ દ્રઢ છુ કે આપણે બધા જ કોઈ ને કોઈ રીતે તો વિકલાંગ છીએ, શરીર થી નહિ પણ માંથી, વિચારોથી, કેટલાક ખુબ પ્રેમ માં અને લાગણી ના પ્રવાહ માં પણ.
વધુ હવે પછી.