5/06/2010:
This always happened to her always. Her life has never been easy one, I know but I encouraged thinking over it deeply that I have not done enough for her during this last six month when I myself was experiencing pain of being handicapped.
Again I was talking to myself I really do lot of for her. For example I always take her to movie. Well movie habit was given by one of my friend and she used to be a colleague. She taught me how one can enjoy while doing hard work as well and there is no crime in it.
આવું એની સાથે હમેશા જ થાય છે. એનું જીવન ક્યારેય સરળ હતું ની, મને ખબર છે અને હતી પણ મને એ વિષે વિચાર કરવાની પ્રેરણા મળી મારી બીમારી દરમિયાન કે મે તારા માટે બહુ વિશેષ કશું કર્યું નથી. જયારે હું આ વિચાર કરતી હતી ત્યારે મે મારી જાત સાથે વાત કરી કે મે એના માટે ઘણું કર્યું છે. જેમ કે, હું હમેશા એને સિનેમા જોવા લઇ જાઉં છુ. મારી આ સિનેમા જોવાની ટેવ મને મારી એક દોસ્ત અને અગાઉની મારી સહકાર્યકર્તાએ આપી છે. એને મને શીખવાડ્યું કે એકદમ સખત મહેનત થી કામ પણ કરી શકાય અને સાથે સાથે આનદ પણ લઇ શકાય, અને એમાં કોઈ ગુનો નથી.
When I take her to Cinema my major concern and worry ( again may be excuses ) if she needs to go to wash room oh God! No! Uff the toilets at the public places, I can’t think how she can manage to use those, no ways. She will get ready with her new cloths but both of us know that this was the last time that she is wearing the cloth. Wheel chair will be there but she needs to climb the steps inside the theatre. I always want to give her (and myself) best and hence I buy the ticket which is at last row and that is again more journeys for her to reach there.
હું જયારે એને સિનેમા લઇ જાઉં છુ, ત્યારે મારી એક ચિંતા એ હોય કે જો એને બાથરૂમ વાપરવું હશે તો બાપ રે...! ( ફરી હું બહાના વિચારી રહી હોઉં) અને આ જાહેર જગ્યાઓના બાથરૂમ, તોબા તોબા! હું વિચારી પણ નાં શકું કે એ કેવીરીતે એ વાપરી શકે. એ સિનેમા જોવા તૈયાર થઇ જાય નવા નકોર કપડા પહેરીને, પણ અમને બનેને એ ખબર હોય કે આ કપડા નો છેલ્લો વારો છે, ( ફાટી જ જશે) ત્યાં પણ વ્હિલ ચેર હોય પણ થીએટર ની અંદરના પગથિયા તો ચડવા પડે, ઉપરથી કારણકે હું એના માટે ( અને મારા માટે પણ) બધું શ્રેષ્ઠ જ કરવા માંગું એટલે પાછી છેલ્લી હરોળ માં ટીકીટ હોય એટલે અંદર પાછા ઉપર ચઢવાનું.
Forget about the public places, she was going to take training at the organization who is specifically working for the disabled and differently able people. Every day she was avoiding drinking water and when I asked her she said, if I need to go to wash room, toilet is in horrible condition and under constructions at the center. “How do other girls use the same? They all stay there so they have to.” She was describing me the method how all other girls with various such problems and even worst than this were using the toilets.
ભૂલી જાઓ જાહેર જગ્યાઓને પણ એક વાર એ એક તાલીમ લેવા એક સંસ્થામાં જતી હતી કે જે સંસ્થા વિકલાંગ માટે જ સ્થપાયેલી છે. દરરોજ એ પાણી પીવાનું ટાળે, પુછુ તો જણાવે કે પછી મને બાથરૂમ જવું પડશે, અને ત્યાં બાથરૂમ સમું થઇ રહ્યું છે અને બહુ ખરાબ દશામાં હોય છે. “ તો પછી ત્યાની બહેનો કેવી રીતે જાય છે, એ તો ત્યાં જ રહે છે “ મે પૂછેલ. અને એને મને જણાવ્યું કે કેવી રીતે એ છોકરીઓ એવી જ દશામાં રહેલ બાથરૂમ નો ઉપયોગ કરે છે!! ઘણી છોકરીઓને તો ચીચી કરતા પણ વધારે તકલીફ છે કે કહી શકાય.
The way she was sawing me action of using such kind of toilet, we may laugh and we may forget etiquettes of using toilet or how applicable such things here and also about cleanliness. The truth is that they have to adjust everywhere. Oh forget about the public place I always have to struggle for cleanliness of the toilets at my own home considering the situation of my sister. I feel she should go out in the open ground than in the toilets. Let’s take easy way out.
એને મને આવી હાલત માં રહેલ બાથરૂમ નો કેવી રીતે ઉપયોગ ત્યાની બહેનો કરે છે તે એક્સન કરીને બતાવ્યું , અને કદાચ આપણા માટે હસવાનું કારણ બને, આપણે શૌચાલય વાપરવાની યોગ્ય રીત રસમો ણે બાજુ પર રાખીએ, કે પછી આવી બધી વસ્તુ ખરેખર આવી બાબતોમાં લાગુ પડે છે કે કેમ, કે પછી સ્વછતાની વાતો પણ ભૂલી જઈએ. હમેશા એને જ પોતાની જાતને ગોઠવવાની કઈ બદલાઈ શકે એવી આશા જ છોડી દેવાની. જાહેર જગ્યાઓ ની વાત બાજુ પર રાખીએ, આપણા પોતાના ઘરમાં જ આપણે બાથરૂમની સ્વછતા માટે સંઘર્ષ કરવો પડે છે. મને એવું થાય કે એને ખુલ્લા માં જ જવું જોઈએ. હું સરળ રસ્તો અપનાવવામાં માનું છુ.
This is one of the major reasons that we really have not encouraged her to do any job outside the home. She feels very strongly that she is the reason of my situation because I have lifted her in the Cinema hall. I don’t believe, my body can not be that delicate that I can not lift you, I lift more than your weight.
Please do forgive me I have not done enough for you my sister and it will be totally in justice if I do not thank you. We are going together for the alternative therapy, and it will be the biggest miracle in the world the day you will stand on your own leg and walk. This way I will be able to forgive myself. However very important thing is that the alternative therapy is really working on her due to her very positive attitude and energy.
આ એક બહુ મોટું કારણ છે કે અમે એને ઘરની બહાર જઈ કામ કરવા ઉત્સાહિત નથી કરતા. એને એવું લાગે છે કે એના લીધે જ મને આ તકલીફ થઇ છે, કારણકે એક દિવસ મે એને સિનેમા હોલ માં ઊંચકી હતી. પણ હું નથી માનતી, હું એટલી નાજુક નથી, તારા વજનથી એ ઘણું હું માથે ઉપાડી ને ફરું છુ.
ખેર, માફ કરજે હું તારા માટે ખાસ કઈ કરી શકી નથી, પણ તારો આભાર માનવો હું નહિ ભૂલું. હજી પણ આપણી વૈકલ્પિક સારવાર માં સાથે જવાની સફર તો ચાલુ જ છે. તારી પણ સારવાર શરુ કરી છે, તું ઉભી થઈશ તો એ કદાચ એક જાદુ જ હશે, અને એ દ્વારા હું મારી જાતને માફ કરી શકીશ. અને ખાસ અગત્યનું છે કે કારણકે તારા આ જીવન પ્રત્યેના હકારાત્મક અભિગમ ને કારણે આ સારવાર તારા ઉપર ખુબ અસર કરી રહી છે.
We our self – the only our own enemy:
આપણે જ આપણી જાતના દુશ્મન:Stress/ Tension is one of the major reason that treatment won’t work on us. I believe only because of stress my illness has taken little long time. The main reason is our nature. My mind always keeps thinking, I don’t know what and why and most of the thoughts are negative. I always pray to God, Please give me sleep! I do not remember single day in last six month that I could sleep before 5 o’clock in the morning! I was given sleeping pills for some days but than I was not. I was not sleep the whole day and night. There was no question of reading anything, sleeping by side was also not allowed, to watch T.V with lying in the bed was also not allowed and painful.
માનસિક તનાવ એ એક બહુ જ મોટું કારણ છે કે ઘણી વાર ઘણી સારવાર આપના ઉપર અસર કરતી નથી. મારી બીમારી લાંબી ચાલી તેનું એક મોટું કારણ પણ માનસિક તનાવ છે, અને આપણો સ્વભાવ. હંમેશા મન કઈ ને કઈ વિચાર્યાજ કરે અને મોટા ભાગ નું તો નકારાત્મક જ હોય. આજ કારણથી લાગે કે હે ભગવાન મને ઊંઘ આપ. આ છેલ્લા છ મહિનામાં મને યાદ નથી કે હું ક્યારેય સવારના પાંચ વાગ્યા પહેલા સુઈ શકી હોય. થોડા દિવસ મે ઊંઘની ગોળી લીધેલ, પણ પછી એ પણ મને આપવામાં આવી નહિ.આખી આખી રાત મને ઊંઘ આવે જ નહિ, વાંચવાનો તો સવાલ જ નહોતો, પડખે ફરીને સુવાય નહિ, અને એટલે સુતા સુતા ટી.વી. જોવાની પણ મનાઈ હતી.
We are weak with our mind. We easily get upset and sad with small things. Work is part of our life, but we are not able to understand that when we are not well our health is more important than work .
આપનું મન ખુબ નબળું હોય છે, જલ્દીથી નાની નાની વાતોથી એ એકદમ વ્યથિત થઇ જાય છે. કામ એ આપના જીવન નો એક અવિભાજ્ય અંગ છે અને હોય પણ જયારે બીમાર હોઈએ ત્યારે પહેલા આપનું આરોગ્ય વધારે અગત્યનું હોય છે એટલી સરળ વાત સમજી નથી શકતું.
We get stress with and without work. When I collapsed all of sudden, had to cop up to manage the on hand work and when I realized that it will go long had to gradually hand over. That is more stressful time. But I think it is more that we don’t want to give up. In the beginning when I was at critical stage, it was not advisable to use the phone but I had to and later on when I have handed over most of the task I feel at least I need to talk, somebody should talk to me so I can stop thinking about pain.
કામ હોય તો પણ ચિંતા લાગે અને કામ ન હોય તો પણ ચિંતા થાય. અચાનક જ ખાટલે પડી એટલે શરૂઆતના બે મહિના તો એકદમ જ હાથ માં રહેલા કામો ની ગોઠવણ અને એ પછી ખબર પડી કે આ તો બધું લાંબુ ચાલે એટલે ધીમે ધીમે સોંપવું જ પડે. પછી એકદમ કામ ના હોય એટલે વધારે અઘરો સમય! કદાચ આપણને કશું જતું કરવું જ નથી હોતું. પહેલા જયારે ફોન વાપરવાની મનાઈ ત્યારે ફોન વાપરવો પડે અને પછી એવું લાગે કે હવે કોઈ ફોન ઉપર કલાકો વાત કરે તો કેવું સારું?જેનાથી મારું દર્દ હું ભૂલી જાઉં?
I think Doctor may not have encountered patient like me who was so impatient. We our self are our own enemy. I can better understand my self and how difficult person I am to deal with. Each Doctor find my life style and my work is the reason for my problem, and all would advise to either to give up the work or I should organise my work and time. Well, to work is my need, mental and economic both, and I always enjoy while working only. I am clear about this. What do I do if my creativity emerge in the late night? I can not wake up early in the morning and do work ( or I dont want to even put efforts)so what do I do? My energy increases as day moves to night. At the time of normal sleep I feel like doing work. I will write about this later, but I do accept and admit that I can do work and also take care of my health. People who do work much more than I do with totally normalcy. I am the only responsible person for my situation. I deserve this.
ડોક્ટર ને મારા જેવો અસહકાર આપનાર દર્દી ક્યારેય મળ્યું નહિ હોય. આપણે જ આપણી જાત ના દુશ્મન હોઈએ છે. હું મારી જાતને બરાબર સમજતી થઇ, હું જરા મુશ્કેલ વ્યક્તિ છુ એટલે મારી સાથે કઈ પણ કરતા કે કરાવતા તકલીફ પડે. જે પણ ડોક્ટર પાસે જાઉં તેમના માટે મારી જીવન જીવવાની શૈલી અને કામ જ મારા કોઈ પણ તકલીફ ના કારણ છે, અને બધાના માટે કાં તો મારે કામ જ કરવાનું બંધ કરવું જોઈએ કાં તો મારે મારા કામ નો સમય બાંધી દેવો જોઈએ. ખેર કામ કરવું એ મારી આર્થિક જરૂરત તો છે જ પણ સાથે સાથે માનસિક પણ જરૂરત છે. અને કામ કરવામાં જ મને આનંદ આવે છે તે બાબતે હું બહુ જ સ્પષ્ટ છુ. મને રાત્રે જ સર્જનાત્મક વિચારો આવે તો હું શું કરું? હું સવારે વહેલા ઉઠી ને કામ નથી જ કરી શક્તિ ( કે મારે પ્રયત્ન જ નથી કરવો) તો હું શું કરું? જેમ જેમ દિવસ ચઢે તેમ તેમ મારી શક્તિ ઓ કઈ વધારે જ વધે, મારી ઊંઘ ઉડતી જઈ અને બરાબર ઊંઘવાના સમયે જ મને જબરજસ્ત એનર્જી નો અનુભવ થાય. આ વિષે વધુ પછી લખીશ, પણ હા હું સ્વીકારું છુ કે હું કામ પણ કરી શકું છુ અને આરોગ્ય પણ સાચવી શકું છુ. મારા કરતા પણ હાજર ઘણું કામ કરતા લોકો પણ વધારે તંદુરસ્તી થી જીવે છે. પણ મારી હાલત માટે હું જ જવાબદાર છુ. અને એના માટે હું લાયક છુ.
My brother and his astrology:
મારો ભાઈ અને એની ભવિષ્યવાણી: ( જ્યોતિષ વિદ્યા)
આ લખું પહેલા હું મારા વિષે થોડું લખવા માંગું છુ.
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો