The word “Mother” is the enough and there is no need to write about any mother, at least I am incapable of writing about her. For me my mother is the most ideal and capable person and she is the source of inspiration. Whatever I am today and whatever I have done is just because of her silent, humble contribution to my life. I could achieve whatever little in my professional life with her support, she never ask many questions like, what do you do, where are you going, what are you earning? Etc. because she trusts her own blood.
“માં” શબ્દ જ ઘણું બધું કહેવા માટે પુરતો છે, અને એના વિષે કઈ કહેવું અને કઈ લખવું એ બહુ મોટો પડકાર છે, કમ સે કમ હું તો લખવા માટે અસમર્થ જ છુ. મારા માટે મારી માં જ હમેશા મારો આદર્શ અને પ્રેરણા છે, દુનિયા માં કોઈ સૌથી સમર્થ વ્યક્તિ હોય તો મારી માં જ હોઈ શકે. આજે હું કઈ પણ છુ તે મારી માં નો ફાળો છે, એકદમ નમ્ર અને શાંત કહેવાય એવો ફાળો. હું જે પણ કઈ મારી વ્યવસાયિક જીવન માં હાંસલ કરી શકી છુ તે તેના જ સતત સહકાર ને કારણે જ છે, એણે ક્યારેય મને એવા કોઈ પ્રશ્નો પૂછ્યા નથી જેમ કે, ક્યાં જાય છે, શું કામ કરે છે, કેટલા પૈસા મળે વિગેરે. કારણ એને પોતાના લોહીમાં જ વિશ્વાસ હતો.
My mother was always having one big complaint that I am not spending enough time with her. She always has lot to share and tell but as usual I was having that popular answer “no time Mammi”. I used to leave house little late, but it was because I am night person, I used to wake up late, and my day starts late. Everything used to be ready i.e. food and etc. So I can leave the home and perform my duties. I really do not know how to manage my work, and never wear watch so I don’t know what time I should leave the office. Result is that I come home very late, and when I entered the home I need food first, it is another matter that I never feel like eating or feeling of hunger when I am at office, but as soon as I enter the home I can’t speak anything but I need food. (According to my Bhabhi- Brother’s wife, for me home is like Yatri nivas- guest house, and I use it only for food and bed)
મારી માં ને હમેશા એક જ ફરિયાદ રહેતી, કે હું એને સમય જ નથી આપતી, એને બહુ જ કહેવું હોય, પણ મારો એજ પ્રચલિત જવાબ હોય “મમ્મી હમણાં નહિ સમય જ નથી પછી વાત કરીશું”. હું સવારે ઓફિસે થોડા મોડા જ જાઉં, કારણ કે હું મોડી ઉઠવા વાળી, મારા ભાઈ ના શબ્દમાં “સૂર્યવંશી”. કારણ કે હું રાત્રે કામ કરવા માં જ માનું તેથી ઉઠું મોડી, એટલે મારો દિવસ મોડો શરુ થાય. ઓફીસ જવા તૈયાર થાઉં ત્યારે તો બધું જ તૈયાર હોય, ખાવાનું અને બધું જ જેથી હું મારું કામ વ્યવસ્થિત રીતે કરી શકું. મને મારા કામ ને કેવી રીતે બરાબર મેનેજ કરવું તે આવડે નહિ કદાચ એટલે જ મને કયા સમયે ઓફિસે થી ઉઠી ને ઘેર આવવું તે ખબર જ નાં પડે, જેના પરિણામે ઘરે મોડા જવાનું. જેવી ઘર માં પ્રવેશું ત્યારે સૌ પહેલા મને ભુખ જ લાગી હોય, અને એ બીજી વાત છે કે દિવસ દરમિયાન કે કામ સમયે મને ભુખ જેવી લાગણી નાં થાય, પણ જેવા ઘરમાં પ્રવેશીએ એટલે ખાવા જ જોઈએ, કઈ જ બોલવા ચાલવાનું ભાન જ કે તાકાત જ નાં હોય. ( મારા ભાભી નાં માટે મારા માટે ઘર એ એક ધરમશાળા છે જેનો હું સુવા અને ખાવા માટે જ ઉપયોગ કરું છુ.)
Most of the time I used to enter the home with phone in my hand ( today I hate using mobile phone but that time I was feeling myself incomplete without mobile phone) and continues till late. I very much remember many time my dinner and changing of cloths etc are done with conversation on phone. We used to work with international agencies so they start their day when we finish our day, so there is no question of winding up earlier or you cant. My day always spent with no. of meetings so I will have to spend some time for creating writing, and emails etc in night, and that’s it again I don’t know where to stop, my energy increases in the night. Again I forcibly have to shut down the computer when my mother used to shout in the mid sleep. I used to work with computer in the room where she used to sleep.
મોટા ભાગે ઘર માં પ્રવેશું ત્યારે ફોન ઉપર વાત ચાલતી જ હોય અને ઘણી વાર તો ખાવાનું, કપડા બદલવાનું વિગેરે કામો ફોન કોલ ચાલતો હોય ત્યારે જ કરતી તેવું મને યાદ છે. ( અત્યારે તો મને મોબાઈલ ફોન કે ફોન ઉપર જ નફરત છે, જોકે પણ ત્યારે તો જાણે ફોન વગર આપનું જીવન અધૂરું જ હતું ). અમે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે કામ કરીએ એટલે આપણી ઓફીસ નો સમય જયારે ખતમ થાય ત્યારે એમનો શરુ થાય એટેલે આપણો સમય પુરો થયો એવું ગણાય જ નહિ.દિવસ દરમિયાન મીટીંગો માં જાય કે જાત જાત ના કામ માં એટલે રાત્રે લખવાના અને ઈ મેઈલ ના કામો કરવા જ રહ્યા અને એમાંય ક્યાં કામ અટકાવવું તેજ ખબર નાં પડે, મારી શક્તિઓ રાત્રે જ ખીલે મને સુઝ જ રાત્રે પડે. એટલે ફરી મારે ના છુટકે મમ્મી અડધી રાત્રે જયારે ઊંઘ માં ને ઊંઘ માં બુમ પાડે એટલે બંધ કરું પડે. હું મમ્મી જે રૂમ માં સુઈ જાય તે જ રૂમ માં એના માથા ઉપર જ કોમ્પુટર ઉપર કામ કરું.
When I was ill I realized her life has not changed, she was struggling earlier and she is still struggling. My mother’s day will never change, I very much remember when I was studying, my entire education was in our kitchen in old house and was having habit of speaking loudly, the house was like a railway coach, so the light always used to flash on mammy and papa who used to slip in the middle room on ground. My father badly hate light, but I very much remember he never used to say anything because he knew study was important. Even today the situation of my mother is same but here, not for her discomfort but just she was worried about my health. “ even big people also goes to home on time and sleep on time but look at you?”
જયારે હું બીમાર હતી ત્યારે મને એ વાતનો બરાબર આભાસ થયો કે મારી માં નું જીવન જરા પણ બદલાયું નથી, પહેલા પણ એ સંઘર્ષ કરી રહી હતી અને આજે પણ એ સંઘર્ષ કરી રહી છે. મારી માં ના દિવસો કદાચ ક્યારેય નહિ બદલાય? મને બરાબર યાદ છે જયારે હું ભણતી હતી, રસોડા માં જ ભણવાનું અને રસોડા નો પ્રકાશ સીધો બીજા રૂમ માં જમીન ઉપર સુતેલ મારા મમ્મી અને પપ્પા ના મો ઉપર જ પડતો. એ ઘર ટ્રેઈન નાં ડબ્બા જેવું હતું એટલે. મારા પપ્પાને પ્રકાશ/ લાઈટ થી નફરત હતી પણ ક્યારેય એ મને કશું બોલ્યા ના હતા, કારણકે એમના માટે ભણતર વધારે મહત્વ નું હતું. આજે પણ મારી માં ની પરિસ્થિતિ એ જ છે, પણ આજે એને ચિંતા એની અગવડ માટે ન રહેતી પણ મારા આરોગ્ય માટે રહેતી. “મોટા મોટા લોકો ( કરોડો કમાનાર) પણ ઘેર સમયસર પહોચી જાય છે અને સમયસર સુઈ જાય છે અને તું?
So due to my illness there is no need to say anything but, my mother was the most worried person. We spent lot of time, we really talked a lot and I asked her lot of thing about her child hood etc. She was having captured “Mona”.
In any case in the sickness I always need my mother with me any how. During these all time she was with me always and there was not a single day where she may have felt relaxed. For Mother, children are always on priority. All her set programmes got disturbed, to go to Temple, to go to attend the “path” on every Thursday, To go to “Bhajan” on “agiaaras” or that sort of holy day, and Diwali and event or any celebration related to Diwali.
Well nobody could enjoy Diwali at home, how could they? I will never forget this last Diwali, this was the Diwali for which I have received the biggest and most important gift, or greetings, or best wishes or sweet, which has pushed me in to trauma and shock. During those days I used to close my eyes and think this should be the end of life. But when I think about the life of many including my Mother I thought I am really immature to give such a bad and negative thought, I am not the person who give up without doing any efforts.
I realized my Mother was so well organizes and all her tasks during the day are so set, she respects time, and so punctual ( shame on me- I am never punctual/was) if she is not reaching on time she will not attend any event or function. Every day sharp at 7 p.m. is the time for Mummi to watch the Gujarati News and nobody can come in between her and T.V. she will go furious.
એટલે મારી માંદગી ના સમયે કઈ કહેવાની થોડી જરૂર હોય કે મારી માં સૌથી વધુ ચિંતિત રહેતી. અમે ઘણો સમય જોડે વિતાવ્યો, ઘણી વાતો કરી, અને મે એને એની ઘણી બાળપણની વાતો પણ પૂછી. આખરે ને એક બંધાયેલ “મોના “ મળી ગઈ. અને કોઈ પણ માંદગી ના સમયે મને માં જ જોઈએ. મારી માંદગી ના સમયે એ હમેશા મારી સાથે હતી અને એવો એકપણ દિવસ નથી કે એને ક્યારેય “હાશ” અનુભવી હોય. માં ના માટે તો છોકરો જ અગ્રીમતા હોય ને? એના બધા જ કાર્યક્રમોમાં વિક્ષેપ પડ્યો, દરરોજ સવારે મંદિર જવાનું, દર ગુરુવારે પાઠ માં જવાનું, અગીઆરસ કે એવા દિવસો એ ભજન માં જવાનું, દિવાળી અને તેને લગતી તમામ બાબતો કે ઉજવણી. મને એ એહસાસ થયો કે મારી મમ્મી નો દિવસ બહુ જ ગોઠવાયેલો હોય છે, સમય સર બધું જ કરવાની અને સમય ની એટલી પાકી ( મને શરમ આવે હું ક્યારેય નથી), અગર સમયસર નાં પહોચાય તો એ કોઈ જગ્યા એ કે પાઠ માં જાય જ નહી. સાંજે સાત વાગે સમાચાર જોવા એટલે જોવા અને એમાં જો કોઈ પણ વચ્ચે ખલેલ પાડે તો માનો મીજાસ જોવા જેવો.
ખેર, ઘરમાં કોઈએ પણ દિવાળી ઉજવી નહિ અને ઉજવે પણ કેવી રીતે? હું તો આ પાછલી દિવાળી ને ક્યારેય નહિ ભૂલું કોઈ ખાસ કારણ માટે. આ દિવાળીએ જ મે જીવનની બહુ મોટી શુભેચ્છા, કે દિવાળી ભેટ કે મીઠાઈ કહી શકાય તે મેળવી. બસ મારા માટે આખી દુનિયા થંભી ગઈ. એ દિવસોમાં હું આંખ બંધ કરી ને વિચારતી કે હે ભગવાન બસ હવે આ આંખો ખુલે જ નહિ તો કેવું સારું? પણ પછી જયારે હું બીજા ઘણાને જોવું તેમની પીડાને જોઉં અને મારી પોતાની માં વિષે જ યાદ કરું તો મને લાગ્યું કે આવો ગંદો અને નકારાત્મક વિચાર એ મારી અપરિપક્વતા જ કહેવાય અને હું કઈ એવી વ્યક્તિ નથી કે કશાય પ્રયત્નો વગર હું બસ હથિયાર હેઠા મૂકી દઉં.
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો