શનિવાર, 10 જુલાઈ, 2010

struggle? not really! 4

(This in cont. of all earlier blog.)


Clear cut deal with God:
Well this is routine deal at home. When anything happens first thing my mother will do is to pray God and make deal with God, if everything will be all right she will offer 2 candles ( Indian lamps), second thing she would do is “najar utaro” means as per her our belief the bad aura or a aura of a bad eyes. So with small practice she believes it will go away. We all now started believing in her these two practices. She has tremendous trust on God. God always listens to her. Her demand is reasonable though, she never asked for crores of rupees.
ભગવાન સાથેના સોદાઓ/ડીલ- મારી મમ્મીની: ( આ સામાન્ય બાબત છે જોકે): જયારે કઈ પણ થાય માઠું જ તો, એટલે એ બે કામ પહેલા કરે, એક તો ભગવાન પાસે બે દીવા કરવાની બધા રાખે જ રાખે, અને બીજી નજર ઉતારે- જો કોઈ બીમાર પડ્યું હોય તો. હવે તો અમે બધા પણ એમાં માનવા જ માંડ્યા છીએ. એને ભગવાન ઉપર ખુબ જ અને અતિ શ્રદ્ધા છે. જોકે ભગવાન એનું સાંભળે પણ ખરા હો, અને એની માંગણી પણ વ્યાજબી જ હોય જોકે એને કઈ કરોડો રૂપિયા થોડા જોઈએ છે?
Only Mother in illness who else?
માંદગી માં તો માં જ ને :
She used to spend night with me, in the hospital. MY pain was not improving and according to Doctor it should have been improved. He can not continue pain killers, so he was very sure that I was not cooperating, I was not following his instructions. In the night I used to sleep on side, I developed sugar so my legs were paining a lot so I was not able to sleep strait. So Doctor was very furious on my mother, and he scolded her, according to him she is not the right person to spend night because she is really a sensitive person and she can’t control me. I fought with Doctor and told him not to scold my Mother just because your treatment is not working.
એ હોસ્પિટલ માં રાત્રે મારી સાથે સુઈ જાય. મારું દર્દ ઓછુ થતું જ નહતું અને ડોક્ટર ના માટે થવંo જોઈતું હતું. ડોક્ટર મને લાંબા સમય સુધી દુખાવા માં રાહતની દવા આપી શકે નહિ એટલે એમને થોડી શંકા ગઈ કે હું એમને બરાબર સાથ નથી આપતી, એમની કહેલી સંભાળ રાખતી નથી. હા, હું રાત્રે પડખું ફરી જતી હતી, મને એ વખતે જ સુગર ( શર્કરા) વધી જવાથી પગમાં અત્યંત દુખાવો રહેતો એટલે હું સીધા સુઈ જ શક્તિ નહિ. આમેય મને એ વાત નો ખ્યાલ નહોતો કે મારા માટે સીધા સુવું એ બહુ જ અઘરી બાબત હતી. એટલે ડોક્ટર ને લાગ્યું કે મારી માં કારણકે એ બહુ જ માયાળુ અને લાગણીશીલ છે એ મારી સાથે સુવા માટે યોગ્ય વ્યક્તિ નથી અને એ મારી માં ને બરાબર વઢયા. એટલે પથારી માં પડ્યા પડ્યા એ આપણે ડોક્ટર સાથે જગ્ડાયા. આમેય બીજાના વાંક ગુના કાઢવામાં વાર નાં લાગે એટલે મે એમને જણાવ્યુ કે તમારી ટ્રીટમેન્ટ જ કામ કરી નથી રહી એનો ગુસ્સો મારી માં ઉપર શા માટે?
It was shame for me that at this age I should be serving my mother but she was and is serving me. Do you know one thing? My most of the dispute and disagreement is always with my mother? It is very obvious you fight and feel to disagree with the person whom you love most and also to whom you are always close and near with. We feel there is right to do. Mother never keeps apart her children just because of these dispute or disagreements.
મારે માટે આનાથી વધારે શરમની વાત કઈ કહેવાય જે ઉંમરે મારે મારી માની સેવા કરવી જોઈએ તે ઉંમરે મારી માં મારી સેવા કરે છે.
મારે સૌથી વધારે ઝગડા અને અસંમતી જો કોઈની સાથે હોય તો તે મારી માં સાથે છે. મને લાગે છે કે અહિંસક ઝગડા અને અસમંતી પણ આપણે જેને સૌથી વધારે પ્રેમ કરતા હોય તેની સાથે જ હોય તે સ્વાભાવિક અને જેની સૌથી નજીક રહેતા હોય તેની સાથે તે પણ એ પણ સ્વાભાવિક. એક હક હોય છે, પણ આવા ઝગડા કે વિવાદો ને કારણે કઈ માં પોતાના ને પોતાનાથી અલગ નથી કરતા કઈ?
She hardly could get her education ( Four class). She used to share with me about her education. She was enrolled in the school in Dhrangdhra, but my mother is the only child, and it was also after 20 years of marriage of her parents, (Nana/Ba and Nani) so Ba was very possessive about her only girl child. She will always worried about my mother and if she return home even little late, Mother always found her (Ba) at the door waiting with angry face. Ba used to call back my mother from the school during the school time only to perform many tasks because she was alone at home. Then after time was becoming critical and they have to do migration in search of work in Ahmedabad. So study was left.
મારી માં એનું ભણતર પૂરૂ કરી શકી નહિ ( ચાર ચોપડી). એ અમને બધાને એના ભણતર કેમ અધૂરું રહી ગયું તે જણાવતી. એને ધ્રાંગધ્રાની એક શાળામાં ભણવા જતી. પણ મારી મમ્મી એ એના માતા પિતાનું એક માત્ર સંતાન, અને એ પણ લગ્ન ના ૨૦ વર્ષે, એટલે બા એક તો છોકરી અને પાછી એક ની એક ખુબ જ ચિંતા માં રહે, એ શાળાએ થી જો બે મીનીટ પણ મોડી આવે તો બા લાકડી લઇ ને ઉભા જ હોય. બા મારી માને ચાલુ શાળાએ જ ઘરના ઘણા બધા કામો કરવા દોડાવે કારણ એ એકલા હતા. એ પછી તો પરિસ્થિતિ બગડતી ચાલી અને એમને કામ ની શોધ માં સ્થળાંતર પણ કરવું પડ્યું. એટલે ભણતર રેઢું રહ્યું.
So Nani ( her mother) used to stay with us, and we all have been grown up by her. She was having child after the 20 years of her marriage, at that time if you don’t have child after marriage was not considered good. So that is one of the reasons that she loves the children. My Nani has seen very tough time in her life. My nana ( mother’s father) was not keeping well, he was working in textile mill in Ahmedabad in Saraspur area. The Nani and Mother used to do domestic work in nearby houses, used to grind chili to make it powder etc for survival. She ( Nani- Granma) lost her husband at very young age. She was able to make assets in terms of houses in Dhrangdhra ( her village) and Gold ornaments in smaller income. However she was not aware who will wear the ornaments. However houses are sold in the struggle of survival and marriage of my mother. So whatever Gold left they have decided to use to buy own house.
આ કારણ થી જ બા અમારી સાથે જ રહેતા, અને અમારા બધાનો ઉછેર બા એ જ કર્યો. એ એવો સમય હતો જયારે લગ્ન પછી બાળક ના થાય તો જીવવું જ મુશ્કેલ બની જાય, અને બા ને એક જ સંતાન એટલે જ કદાચ અમે બા નો અઢળક પ્રેમ મેળવ્યો. બા નું જીવન ખુબ જ કઠીન હતું. મારા નાનાની તબિયત બિલકુલ સારી રહેતી નહતી. તેઓ અમદાવાદ ના સરસપુર વિસ્તારની એક મિલમાં જ કામ કરતા હતા. બા અને મમ્મી આસપાસ ના ઘરો માં વાસીદાં, ઠામ, અને મરચા ખાંડવા જેવા અનેક કામો કરતા. પણ નાના તો બાને છોડી ને ચાલી નીકળ્યા ધામમાં.. બા એ કાલા ફોલીને, લોકોના ઘરમાં કામ કરીને પણ બચત કરી ને થોડી ગણી મૂડી અને મિલકતો ઉભી કરી શકી હતી. પણ એમને હંમેશા થતું કે મારા ઘરેણાં તો છે પણ કોણ પહેરશે આ ઘરેણાં? અને કુટુંબની જે મિલકતો હતી ખાસ કરીને ઘર તે તો જીવવાના સંઘર્ષમાં અને મમ્મીના લગ્નમાં વેચાઈ ગયા, એક ઘર રહ્યું. એટલે જ ઘર ખરીદવા માટે ઘરેણાં વેચી કાઢતા તેમને મિનિટનો પણ વિચાર નથી કર્યો.
Same with my father, my mother used to tell me, your father has seen very bad time, he lost his father at very young age, the Grand Father being a Brahmin community was doing work of all the kind of religious procedures like marriage, worshiping, the after death procedures and such. Being Brahmin that time he ( Grand Father- we have never seen him) used to go to ask flour house to house, it is mainly the raw material to make food at home. My father lost her mother when they all were very young ( that was also during the child birth). So my mother told me that they have gone through hunger. Later on my father’s sister who got married at Kolkata she called brothers there. After marriage my mother was staying at Kolkata and then they were called back to Ahmedabad. That was or could be one major reason that my father also loves children and particularly girls.
મારા પિતાની પરિસ્થિતિ કઈ આનાથી વિપરીત નહતી. મમ્મી હંમેશા કહેતી કે તારા પપ્પા એ બહુ જ ખરાબ સમય જોયો છે, એમને એમના માતા પિતા ને બહુજ નાની ઉમર માં ગુમાવ્યા. દાદાજી યજમાન વૃતિ નું ( બ્રાહ્મણનું) કામ કરે એટલે મોટા ભાગે સીધા સમાન ઉપર ઘર ચાલે અને દાદા ઘેર ઘેર લોટ માંગવા પણ જાય. બ્રાહ્મણ માટે આ લોટ માંગીને ખાવું એ તો સામાન્ય બાબત હતી ત્યારે જોકે અત્યારે તો આપણને અજુગતું લાગે. મારા પિતા એ એમની માં ને બહુ નાની ઉમરે ગુમાવ્યા, ( એ પણ છેલ્લી સુવાવડ માં જ ગયા તેવું મા એ કહ્યું હતું ) એટલે એમને બહુ ભૂખમરો જોયો હતો. પણ પછી એમની એકની એક બહેન કે જેમના લગ્ન કલકત્તા માં થયા હતા તેમને ભાઈઓને કલકત્તા બોલાવ્યા. લગ્ન પછી મમ્મી કલકત્તા જ ગયેલ અને પછી ફરી બા એકલા હોતા તેઓ અમદાવાદ આવ્યા અને સ્થાયી થયા. એજ એક મોટું કારણ હોય કે પપ્પા ને પણ બાળકો બહુ વહાલા હતા અને ખાસ કરીને છોકરીઓ.
Our native place is Anjar in Kutch, now it is known because of worst ever Earthquake. Yes, this was the second earthquake experienced by our family members; my father was not there to experience though.
અમારું વતન એ અંજાર છે, અત્યારે તો સૌ કોઈ આ ગામને જાણે છે, ભૂકંપ ને કારણે જ તો. પણ અમારા કુટુંબમાં તો ઘણા એ અગાઉ નો ભૂકંપ જોયો છે જોકે, પણ મારા પિતા તે વખતે ( ૨૦૦૧ માં) હયાત હતા નહિ.
Very few people knew that we have lost no. of family members with blood relationship on the day of earthquake in 2001 in Anjar. It was coincidence that I was working in Kutch district but in the western part. I left the house the early morning on 27th for the immediate relief work and rehabilitation work. I am telling the truth I was not having any idea that time that what amount of devastation I was going to experience and what would be the scale of work. That time I was going through the extreme back ache problem ( my age that time was 30) and I just returned home after 15 days of “aryuvedic” treatment with advise to take more rest. How can one take rest, I took no time to decide to rush.
ઘણા ઓછાને ખબર હશે કે અમે અમારા ઘણા આપ્તજનોને ભૂકંપ માં ગુમાવ્યા છે.નસીબજોગે કે એ જોગાનું જોગ કહેવાય તે વખતે હું કચ્છ માં જ કામ કરતી હતી જોકે પશ્ચિમ કચ્છ માં.મને બરાબર યાદ છે કે ૨૭ મી ના વહેલી સવારે હું અમદાવાદ થી કચ્છ જવા રવાના થઇ હતી, તત્કાલ રાહત કામ માટે અને પછી પુનઃવસન ના કામો માટે. હું સાચું કહું તો તે વખતે મે બિલકુલ અંદાજ હતો નહિ કે આ ભૂકંપની કેટલી વ્યાપકતા કે વિનાશક્તાનું રૂપ હું જોવા જઈ રહી છુ અને કેવડું મોટુ કામ હશે ! એ વખતે પણ હું કમર ના દર્દ થી ખુબ જ પીડાતી ( મારી ઉમર એ વખતે ૩૦ હતી) હતી અને ૧૫ દિવસ આર્યુવેદિક સારવાર કરાવીને પાછી જ આવી હતી એવી સલાહ સાથે કે મારે ખુબ જ આરામ કરવો. કેવી રીતે કોઈ આરામ કરે આવા વખતે, મે તો એક મીનીટ નો ય વિચાર કર્યો નહિ ને કચ્છ ભણી દોડી...!
Uff, I have gone in to the deep memories of my days in Kutch and I think right now I am holding myself to write about that. But I promise I will share about that for sure.
કચ્છ નું નામ પડતા જ મારી ઘણી યાદો તાજી થઇ અને મન તે વિષે લખવા પ્રેરાયું પણ મે એને રોકયુ પણ હું વચન આપું છુ કે હું લખીશ ચોક્કસ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો