બુધવાર, 2 જૂન, 2010

Manomanthan: Being Handicaped

Being Handicapped….
Thank God!
હે ભગવાન તારો ખુબ ખુબ આભાર,
It is been more than 6 months that I am unwell and bedridden.
છેલ્લા ૬ થી પણ વધુ મહિનાથી હું પથારીવશ હતી.
I was having cervical disc-prolapse and severe nerve compression. It was and is critical time particularly for the person who is in to work for more than 24 hours with mind and body. મને ગાદી ખસી જવાથી નસ માં દબાણ થયું. આ એક ખુબ જ અઘરો સમય રહ્યો ખાસ કરીને મારા જેવા માટે જે ચોવીસે કલાક કામ કા પરોવાયેલા હોય.
Thank God….., for making me realize that I can live and survive without work or my life can be without work or there is a life beyond work. It is more than 19 years now that I am working ( job).
ભગવાન તારો આભાર, મને એ પ્રતીતિ કરાવવા બદલ કે કામ ના સિવાય પણ એક દુનિયા છે, કામ સિવાય પણ હું જીવી શકું છુ. આજકાલ કરતા ૧૯ વર્ષથી હું કામ ( નોકરીજ તો ) કરી રહી છુ, ક્યાં વીતી ગયા તે ખબર નાં પડી.
I was totally handicapped in the sense that was not allowed to even move for at least 3 months, that has totally changed my life. I learned so many things and have seen the things which I was not able to see even when I was moving all around the world. I realize that to become ill is like a crime for person like me. ( For the person who are in to job, who are employee- well for me it was and is never a an employment or a job but at the end of the day it is job, and I do not shy to say its job at-least now, well will write later about this)
હું સંપૂર્ણપણે અપંગ અને અશક્ત થઇ એટલી હદે કે ત્રણ મહિના સુધીતો હલવાની પણ મનાઈ અને તકલીફ હતી, આનાથી મને લાગ્યું કે મારા જીવન માં ઘણા ફેરફાર આવ્યા. હું એવું ઘણું બધુ શીખી અને જોયું જે મને લાગ્યું કે જયારે હું પૂરી દુનિયામાં ઘુમતી હતી ત્યારે પણ નહોતું જોયું, જાણ્યું.
મેં અનુભવ્યું કે મારા જેવા માટે માંદા પડવું એ એક ગુનો છે. .( ખાસ કરીને એવા લોકો માટે જે નોકરિયાત હોય, મારા માટે એ ક્યારેય નોકરી કે રોજગાર નહોતો કે છે, પણ ખેર અંતે તો નોકરી જ કહી શકાય એ વાત માં હવે મને કોઈ દ્વિધા નથી, ખેર પછી એના વિષે લખીશ..)
When I returned from Hospital I had to face the wheelchair, uff, I remember I bought this wheel chair few days ago for my sister ( suffering from Polio in her both the legs, she uses her two hands and used to crawl) so I can take her to every places she wants, and her cloths remain intact. So we all were laughing at home about this. At home nobody was happy that I bought the wheel chair because all of us wants and wish that she should walk, I also feel and have strong trust, but I thought it will help in her journey meanwhile. I don’t know weather I have done right or wrong.
All during these time she was with me, always at my service, she used to come to hospital with the tea and breakfast in the morning, so my mother can be relieved, she will sit with me for hours without having any food, many time she went down from the hospital to take the medicine of my Blood pressure, at home she will bring water for me and pour the same in to my mouth, tea and other food. At home she will sleep near my bed, on the ground along with my mother in the night so she can listen to my requirement and can take me to the toilet. She will ask the Doctor if I am alright. Then after 3 month when I was slightly moving, I have started alternative therapy, and she took the responsibility to take me on her two wheeler with two extra wheels so we used to call it four wheeler everyday. This two cum four wheeler was gifted to her on her birthday by all of us so she can be independent.

મારે વ્હીલચેર નો સામનો કરવાનો આવ્યો જયારે હું હોસ્પિટલથી ઘેર આવી ( લાવવામાં આવી). ઉફ્ફ, મને બરાબર યાદ છે કેટલાક દિવસ પહેલા આજ વ્હીલચેર હું મારી બહેન માટે લાવેલ.( મારી નાની બહેન, જે બંને પગે પોલીઓ હોવાથી પોતાના બે હાથ અને પગ વડે ચાલે છે, તો જો એ આ વ્હીલચેર વાપરે તો હું એને એવી બધી જગ્યાએ લઇ જઈ શકું જ્યાં જવાની એને ઈચ્છા હોય, અને એના કપડા પણ ફાટે નહિ) બધાના માટે હસવાની તક મળી. ઘર માં બધા આ વ્હીલચેર લાવવાની વિરુધમાં હતા કારણકે હું અને ઘરમાં બધા જ એવું દ્રઢપણે માનએ છીએ અને પુરો વિશ્વાસ છે કે એ ચાલશે અને એણે ચાલવું જ જોઈએ. મને લાગ્યું કે વ્હિલચેર એને આ દરમિયાન મદદ કરશે. મને ખબર નથી કે મેં સારું કર્યું કે ખોટું!
આ બધા સમયે એ સતત મારી સાથે જ હતી, મારી સેવામાં. તે હોસ્પિટલમાં સવારના પહોર માં ચા અને નાસ્તો લઇ ને આવે જેથી મારી માં ઘેર જઈ શકે, મારી સાથે કલાકો ખાધા પીધા વગર સુધી બેસે, મારી બધી જરૂરત પૂરી કરે, ઘણી વાર એ નીચે જઈ ને દવા પણ લઇ આવે, ઘેર સતત પાણી, ચા અને જમવાનું લાવી મારા મોમાં નાખે. ઘેર એ મારા ખાટલા નીચે જમીનમાં મારી માતા સાથે સુઈ જાય જેથી રાત્રે મને કોઈ જરૂર પડે તો મારો અવાજ સાંભળી શકે અને મને જરૂર પડે તો બાથરૂમ પણ લઇ જઈ શકે. ડોક્ટર ને પૂછે કે મારી બહેનની તબિયત બરાબર છે કે નહિ. ત્રણ મહિના પછી જયારે થોડી ચાલવાની છૂટ મળી ત્યારે મેં એક વૈકલ્પિક સારવાર શરુ કરી ત્યારે એણે જ મને રોજ એના બે પૈડાવાળા વાહન ( જેમાં બીજા બે પૈડા જોડ્યા છે જેથી તે વાહન ચલાવી શકે માટે અમે બધા એને ચાર પૈડાવાળું વાહન જ કહીએ છે.) ઉપર લઇ જવાની જવાબદારી લીધી. આ વાહન પણ અમે અને એની વર્ષગાંઠ ની ભેટ તરીકે જ આપેલ વિચાર્યું કે એ સ્વતંત્ર થઇ ને એને જ્યાં જવું હોય ત્યાં જઈ શકે.
She does not know how to say “no”. It is not her vulnerability that she has to say no, it is her love and feeling that was compelling her to always be on the service of others. This is also one of the reasons that she is really a favorite and liking person in the home and neighborhood. Thank you my sister, I salute your energy and your positive attitude.
We at home all the members are always having this complaints with God for her, why it happened to her, and we all the time try to do every efforts that she can walk. My mother always have this trust and strong feeling that one day she will walk.
એને ક્યારેય નાં કહેતા જ નથી આવડતું, એ એની કોઈ મજબૂરી નથી કે એને કામ કરવું પડે પણ એની લાગણી અને પ્રેમ છે જે તેને બીજા માટે કામ કરવા મજબૂર કરે છે. આ પણ એક કારણ છે કે એ ઘર માં અને પડોશમાં સૌથી પ્રિય પાત્ર છે. આભાર મારી બહેન, હું તારી આ સ્ફૂર્તિ, જીવન પ્રત્યેના હકારાત્મક અભિગમ માટે હું તને સલામ કરું છુ. અમને હમેશા ઘરમાં ભગવાન સામે આ એક કાયમી ફરિયાદ છે કે એની સાથે જ આ કેમ થયું, અને હમેશા અમારાથી બનતા બધા પ્રયત્નો કાર્ય કે એ ચાલે, મારી માતા ને તો પુરો વિશ્વાસ છે કે એ જરૂર ચાલશે.
I know I am going to walk and will be alright, I have started doing normal work at home and have done some travelling as well, however with you in front of me I felt I always have positive energy in front of me. Being handicapped is really painful and I pray to God please do not give this to any body. However I am firm we all are handicapped and disabled with our mind not body. Some is with love, feeling!
Cont.
મને ખબર છે કે હું એક દિવસ ચાલીશ, દોડીશ અને ઠીક થઇ જઈશ, મેં મારી રૂટીન જીંદગી શરુ કરવા લાગી છે, થોડું ટ્રાવેલ પણ કર્યું છે પણ છતાં તારા સામે રહેવાથી, મારી સામે હમેશા એક હકારાત્મક બળ નો અનુભવ થયો છે. અપંગપણા નો આભાસ માત્ર પણ દુખ દાયક છે અને વિકલાંગ હોવું એ ખુબ પીડાદાયક છે, હું ભગવાનને પ્રાર્થના કરું છુ કે મહેરબાની કરીને તું આ પીડા કોઈ ને આપીશ નહિ. પણ હું એક વાત બાબત માટે ખુબ જ દ્રઢ છુ કે આપણે બધા જ કોઈ ને કોઈ રીતે તો વિકલાંગ છીએ, શરીર થી નહિ પણ માંથી, વિચારોથી, કેટલાક ખુબ પ્રેમ માં અને લાગણી ના પ્રવાહ માં પણ.
વધુ હવે પછી.

2 ટિપ્પણીઓ:

  1. really Monaben this was what I came to know but did not know where to get the link - and today when you told me that t is online - GOD what could a person think in such situation but of HIM but you have always thought of HER - yes your loving sis who has been through with u G8 JaiShriKrishna

    જવાબ આપોકાઢી નાખો