Believe it or not 2
માનો કે નાં માનો ૨
My brother is also like my father in business and we used to call him “Narsimha Mehta”( A first among peoets in Gujarati Literature, great devotee of Lord Krishna who always forget his own interest in doing good to others and person of value). I can not have any problem working with or having any toughest financial or accounting person because he is tougher than any of them. So at work front I never found it difficult to work with strict financial or accounting person. Just like any typical financial person or controller he will also start anything with “no”, totally against any unnecessary overheads and I always appreciate him the way he runs the home. He knows how to tackle with any demands or financial crisis and that is also from limited sources of income.
મારો ભાઈ મારા પપ્પાની જેમ જ એક ભલો વ્યક્તિ અને અમે એને “ નરસિંહ મહેતા” જ કહીએ. મને ક્યારેય ભલભલા કડક નાણાંકીય સલાહકાર કે નામું લખનારની સાથે કામ કરવામાં તકલીફ પડી જ નથી કે મને એમના પ્રત્યે અણગમો પણ નથી થયો કારણકે એ કોઈ મારા ભાઈ થી વધારે ટફ ન હતા કે લાગ્યા. બીજા કોઈ પણ નાણાકીય સલાહકાર કે કંટ્રોલર કે નામું લખનારની જેમ એ કોઈ પણ માંગણી કે દરખાસ્ત નો જવાબ “નાં” થી જ કરે, હાલાકી એ બધી રીતે મદદ કરવા પ્રયત્ન જરૂર કરે અને એને ખબર છે કે બધા ને અને બધાની માંગણી ને કેવી રીતે હેન્ડલ કરવી. હું હમેશા જ એ જે રીતે ઘર ચલાવે તેનાથી ખુબ જ પ્રભાવિત રહેતી. કોઈપણ નાણાકીય માંગણી કે અગવડ કે અણધારી આફતને પહોચી વાળવાની તેની આવડત અદભુત છે એ પણ મર્યાદિત આવકમાં.
In home, when he is little weak, I am strong and he needs my moral support, but when I am down he is very strong and I don’t know from where he will get that. He will always back me with his support. It is very obvious the ups and down in any business, if it gives return it gives, when it does not it does not. Most of the time he runs the business on the credit and he has to continuously serve his buyers even when he is not receiving payment. Whenever we have riots or any unstable situation in the city, we are in to critical time, and that will be position of almost all the small to medium entrepreneurs, self employed who are in to day to day rotation. Who else can better understand their pain and situation than us!
ઘરમાં હમેશા જયારે એ થોડો ઢીલો પડે ત્યારે હું મજબૂત હોઉં અને એને બધા જ પ્રકાર નો ટેકો કરું, અને હું જયારે થોડી પણ હતાશ કે નિરાશ કે ઢીલી હોઉં ત્યારે એ હમેશા એકદમ જ મજબૂત બને અને મને ખબર નથી કે એ ક્યાંથી એ તાકાત લાવે. સ્વાભાવિક છે કે ધંધામાં ચઢાવ ઉતાર હોય જ અને ધંધામાં થાય તો જોરદાર કમાણી થાય અને નાં થાય તો ઉધારી ઉપર બાકી ચૂકવના ક્યારે આવશે તે કહી શકાય જ નહિ. આમ છતાં પણ પાર્ટી માંગ્યા કરે તો માલ તો આપવો જ પડે. તોફાનો કે કોમી રમખાણો કે એવી કોઈ આફતો આવે ત્યારે એની સ્થિતિ ખુબ જ કફોડી હોય. આવી જ સ્થિતિ દરેક ધંધો કરતા કુટુંબ ની હોય એ અમારાથી વિશેષ કોણ વધારે સમજી શકે?
My brother has given me no. of spiritual books including “ Vidur Niti” to read when I could read little bit. I think he was trying to divert my mind. I was always complaining to God why he did this to me and other thousand questions, so he feels if I read “ Vidur Niti” I will get all the answers or may be will not have any questions. However I know he was worried all this time, he prayed to God, so as soon as I was recovering he went to thank the God.
મારા ભાઈએ મને ઘણા પુસ્તકો આપ્યા જેમાં “ વિદુર નીતી” પણ એક હતી, જયારે હું થોડી વાંચવા માટે સક્ષમ બની. મને લાગે છે કે એ મારું મગજ બીજે ક્યાય દોરવવા માંગતો હતો. હું હમેશા વિચારતી રહેતી, ભગવાનને કોસતી રહેતી અને હજારો પ્રશ્નો ભગવાન ને પૂછ્યા કરતી.” મને એજ સમજાતું નથી કે શાને આવું થાય છે?” મારી સાથે જ? માટે જ એને સૂચવ્યું કે મારે “ વિદુર નીતિ” વાંચવી જ જોઈએ, તેનાથી મને મારા પ્રશ્નોના જવાબ મળશે અથવા મને કોઈ પ્રશ્નો રહેશે જ નહિ. પરંતુ મને ખબર છે કે એ હંમેશા ચિંતા માં રહેતો. મને યાદ છે કે એને ઘણી બાધાઓ લીધેલ અને જેવી હું સાજી થવા લાગી કે એ ભગવાનનો આભાર માનવાનું ભૂલ્યો નથી..
I very much remember I hardly could read the book, when I start reading I start remembering many thing and my mind go on journey with all that stressful memories, so I have to read it again and again. However it is very true that you always remember God in your critical time and expect lot from God. We also expect magic from God. I can say God gives you courage to spend the bad time or to face it. We are I don’t know why always fearful of many things. We are used to so many things so we always have fear of loosing it. Hence I was not agree with many things in many books and I also start questioning and sometime feel this is rubbish, useless and not practical. Most of the philosophy suggest to give up worry but reality is that you have worry of many thing otherwise it can create disaster. I know one reality you have to do hard work with honesty and loyalty and than leave to up to God, however you have to do hard work. I firmly believe God is there in human being, and that God in that human being gives you lot. In my life I have found many God in many people and who have contributed a lot and given me lot and best of best, that may be one of the reason I never felt like surrendering myself to God earlier. For me my work was warship. God has given me lot even without my asking it.
Many times I really do not know what to ask from God and I used to confuse myself and also God.
So God is there but according to my brother it is all about “ time” and whatever happened to us is the game of “ time”. There was never a bad time and God gave me a lot even without my asking, I very much remember and can say I have never ask all these thing which I got in my life but God has given me the best of best. I believed in you my brother though I believe in astrology or not, I have prepared myself for any bad or good time.
મને બરાબર યાદ છે કે હું કઈ પણ વાંચી જ શક્તિ ન હતી, જેવું વાંચવાનું શરુ કરું કે તરતજ મારું મગજ જાત જાત ના વિચારો કરવા માંડે અને બધા જ ચિંતા ભરેલ વિચારો તથા જે વિચારી ને ક્યારેય ખુશી ના થાય તેવા વિચારો, એટલે મારે વારંવાર એક નું એક પાનું વાંચવું પડે ત્યારે તો હું સમજી શકું. ખરાબ સમયમાં ભગવાનનો સહારો જ હોય અને એજ યાદ આવે, અને આપણે ભગવાન પાસે કેટલી બધી અપેક્ષાઓ રાખીએ છે ને? અરે આપણે તો જાદુની પણ આશા રાખીએ. પણ હું એટલું તો કહી શકું કે જે થવાનું હોય તે થાય જ પણ ભગવાન એ ખરાબ સમયનો સામનો કરવાની હિંમત ચોક્કસ આપે. મને ખબર નથી પણ કેમ આપણે બહુ જ ડરપોક હોઈએ છે, ઘણી બધી બાબતોથી ડરીએ છે. આપણે ઘણી બધી સારી બાબતોની એવી આદત પડી ગઈ હોય છે કે આપણે એને ગુમાવવાનો પહેલો ડર હોય છે. આ કારણ થી પુસ્તકોમાં લખેલ ઘણી બધી બાબતો સાથે હું સંમત ના હતી, અને મને લાગતું કે આ કઈ વ્યવહારિક નથી જ, બધું નકામું છે. મોટા ભાગની ફિલસુફી એવું કહે કે ચિંતા ના કરો, બધું છોડી દો, પણ મને એવું લાગે કે ચિંતા કર્યા વગર મગજ ખાલી રાખીને જીવીએ તો એવું તો કેવી રીતે ચાલે? એક વાત સત્ય છે કે આપણે સખત અને તનતોડ મહેનત કરવી જ પડે છે, પ્રમાણિકતા અને વફાદારી સાથે, ફળ તો ખેર ભગવાન ના હાથ માં હોય છે. ક્યારેક ક્યારેક માનવ રૂપે પણ ભગવાન હોય છે ભગવાન આપણને એમના થકી ફળ આપે છે. મારા જીવન માં માનવ રૂપે ભગવાન છે અને હતા અને મને બનાવવામાં ભગવાન કરતા પણ એમનો ફાળો વધારે છે અને હતો એમ હું દ્રઢપણે માનું છુ. કદાચ એ કારણ થી મે ભગવાનના સંપૂર્ણ શરણે હું ગઈ નહોતી અને મને લાગતું કે મારું કામ એ જ મારી ભગવાનની સેવા છે. વણ માંગ્યું ભગવાને મને ઘણું આપ્યું છે અને એ પણ શ્રેષ્ઠ અને ઉતોમોત્તમ. ભગવાન તો છે જ. પણ મારા ભાઈ ના હિસાબે બધો જ સમય હોય છે અને આપણી સાથે જે પણ કઈ થાય તેમાં સમય નો મોટો ફાળો છે. હું તારી વાત સાથે સંપૂર્ણ પણે સંમત છુ મારા ભાઈ, હું જ્યોતિષ શાસ્ત્ર કે ભવિષ્ય માં માનું કે ના માનું પણ મે મારી જાત ને ખરાબ કે સારા આવનારા સમય માટે તૈયાર કરી. સારા કે ખરાબ સમય જેવું કઈ હોતું નથી, સારા કામ કર્યે રાખીએ તો સારું જ થવાનું છે.
મને ભગવાન પાસે શું માંગવું તે અંગે હંમેશા દુવિધા હોય છે અને હું પોતે તો મૂંઝવણ માં હોઉં છુ પણ ભગવાનને પણ મૂંઝવણ માં મૂકી દેતી હોઈશ.
Thank you my brother for all the patience. When whole day I was in pain and crying I used to throw that to Doctor and Doctor was not able to take the fact that some patient is really not listening to him. So he throws all his anger on me because he was not getting the result as per his expectation. When he leaves my brother used to do his acting and that make me and all laugh. He used to give lot of funny examples of his relationship with his wife and I used to laugh a lot. You have that skill of describing the complex thing of life with easy examples from the Shreemad Bhagwad, Gita, Datta Puran, VIdur niti, and many more.
તારો આભાર કેમ ભુલાય મારા ભાઈ, ખાસ કરીને તારી ધીરજ માટે. જયારે આખો દિવસ હું પીડા માં સબડતી અને રોતી ત્યારે હું મારો બધો ગુસ્સો ડોક્ટર ઉપર ઠાલવું અને કારણકે ડોક્ટર ને ધારેલું પરિણામ નાં મળે એટલે એ એમનો બધો ગુસ્સો મારી ઉપર ઠાલવે ત્યારે ડોક્ટર જાય ત્યારે એ ડોક્ટર ના ચાળા પાડી મને હસાવે. એ એના અને એની પત્ની વચ્ચે ના ઘણી હસ્યાસ્પ્રદ વાતો કહીને આખું વાતાવરણ હળવું કરે. જીવન ની અઘરામાં અઘરી વાતો કે એનો મર્મ તું સરળ ઉદાહરણો માં મને સમજાવે, શ્રીમદ ભગવદ, દત્ત પુરાણ,વિદુર નીતિ, ગીતા અને બીજા ઘણા પુસ્તકો માં રહેલી બાબતો સરળ ભાષામાં સમજાવે.. પુસ્તકો માત્ર તું વાંચતો નથી પણ મનમાં ઉતારે પણ છે.
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)

that is family and that is what we call Ben Bhandu really greatly bonded loving family
જવાબ આપોકાઢી નાખો